ગુજરાત પોલીસ દ્વારા આયોજિત આધુનિક હથિયારોના પ્રદર્શનને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - At This Time

ગુજરાત પોલીસ દ્વારા આયોજિત આધુનિક હથિયારોના પ્રદર્શનને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


ગુજરાત પોલીસ દ્વારા આયોજિત આધુનિક હથિયારોના પ્રદર્શનને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યકક્ષાનું પ્રજાસત્તાક પર્વ બોટાદ જિલ્લો
ગુજરાત ચેતક કમાન્ડો, બૉમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સહિતના હથિયારોથી સજ્જ પ્રદર્શન બોટાદવાસીઓ માટે નવલું નજરાણું બની રહેશે*

પ્રદર્શનમાં જોવા મળશે પોલીસ અધિક્ષકની કચેરીનું 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ આપતો રાજ્યનો સૌપ્રથમ નવીનતમ પ્રોજેક્ટ - 'વી.આર.સફર'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજરોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આધુનિક હથિયારોના પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ગુજરાત પોલીસના તમામ આધુનિક હથિયારોથી સુસજ્જ એવા ચેતક કમાન્ડો દ્વારા ઉપયોગમાં લેવાતાં વાહનો, બૉમ્બ ડિસ્પોસલ સ્ક્વોડની બુલેટ પ્રૂફ ગાડી, રાઇફલ, 360 ડિગ્રી રોટેશન ધરાવતા સીસીટીવી કેમેરા, બોડીવોર્ન કેમેરા, ડ્રોન કેમેરા જોવા મળશે.

આ અત્યાધુનિક હથિયારોથી સજ્જ પ્રદર્શનમાં 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી એક્સપિરિયન્સ આપતો ગુજરાતનો સૌપ્રથમ અને નવીનતમ પ્રોજેકટ 'વી.આર.સફર' પણ જોવા મળશે. આ વી.આર.સફરમાં સામાન્ય લોકોને પ્રદર્શનમાં જ એક સ્થાન પર ઊભા રહીને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીની અંદર પહોંચી ગયા હોય તેવો જીવંત અનુભવ થશે. આ નવીનતમ પ્રોજેક્ટ થકી સામાન્ય નાગરિકોને પણ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીથી વાકેફ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પ્રદર્શનમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત સંવેદનશીલ અભિયાનોને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. બોટાદના નાગરિકોને દાદા-દાદીના દોસ્ત, સંવેદના અભિયાન સહિતના જિલ્લા પોલીસ વિભાગનાં લોકોપયોગી કાર્યોની ઝાંખી અહીં જોવા મળશે.

આધુનિક હથિયારોનું પ્રદર્શન તેમજ સ્માર્ટ પોલીસિંગ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્યઓ ઉમેશભાઈ મકવાણા, મહંત શંભુપ્રસાદજી ટૂંડિયા, કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્યઓ સૌરભભાઈ પટેલ અને આત્મારામભાઈ પરમાર,બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, પ્રભારી સચિવ સંજીવ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, સ્થાનિક રાજકીય આગેવાન અરવિંદભાઈ વનાળીયા, જિલ્લા પંચાયતના સભ્યશહઓ, તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યઓ, એડિશનલ ડીજીપી રોશન સાહેબ, ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર, જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ. બળોલિયા સાહેબ, ડિવાયએસપી સૈયદ સાહેબ, મહર્ષિ રાવલ, સમગ્ર કાર્યક્રમના આયોજક પીએસઆઈ રિતેશ દેસાઈ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.