માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીની તડીપાર કરતી માંજલપુર પોલીસ.

માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીની તડીપાર કરતી માંજલપુર પોલીસ.


વડોદરા શહેર વિસ્તારમાં શરીર સબંધી પ્રવૃત્તિ આચરતા માથાભારે ગુનેગારોને પકડી તેઓ વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરવા સારૂ માનનિય પોલીસ કમિશ્નર શમશેરસિંઘ સાહેબ તથા મે . અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામા સાહેબ તથા મે નાયબ પોલીસ કમિશ્નર ઝોન -03 " યશપાલ જગાણીયા સાહેબ તથા મે . મદદનીશ પોલીસ કમિશ્નર “ એક ” ડિવીઝન પ્રણવ કટારીઆ સાહેબ નાઓએ સુચના કરેલ હોય જે સુચના આધારે માંજલપુર પોલીસ સ્ટેશનના પો . ઇન્સ . ડી . બી . વાળા નાઓના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સ્ટાફ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં શરીર સબંધી પ્રવૃતિ આચરતો માથાભારે આરોપી રોમિલ ઉર્ફે બબલુ પહવારી રાય ઉ . વ . ૪૧ , રહેવાસી , મ . નં . ૫ રોયલવિલા સોસાયટી , વડસર વડોદરા શહેર નાને પકડી તેના વિરૂધ્ધમાં તડીપાર ( હદપાર ) માટેની કાર્યવાહી કરતા મે . મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ “ સી ” ડિવીઝન , વડોદરા શહેર નાઓના હુકમ આધારે આરોપી નાને બે વર્ષની મુદત માટે વડોદરા શહેર તથા વડોદરા જીલ્લાની હદમાંથી તડીપાર ( હદપાર ) કરી આજરોજ ભરૂચ જીલ્લા ખાતે મોકલી આપેલ છે . તડીપાર ( હદપાર ) કરેલ આરોપી રોમિલ ઉર્ફે બબલુ પહવારી રાય ઉ . વ . ૪૧ , ધંધો - વેપાર , રહેવાસી . મ . નં . ૫ રોયલવિલા સોસાયટી , વડસર વડોદરા શહેર રોમિલ ઉર્ફે બબલુ પહવારી રાય નો ગુનાહીત ઇતિહાસ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »