શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે વાર્ષિક રમતોત્સવ ની ઉજવણી કરવામાં આવી

શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે વાર્ષિક રમતોત્સવ ની ઉજવણી કરવામાં આવી


શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે વાર્ષિક રમતોત્સવ ની ઉજવણી ખુબજ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. જેમાં શાળા ની વિદ્યાર્થિનીઓને માટે અલગ અલગ રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર રમતો રાખવામાં આવી હતી ચાર ટીમો બનાવી હતી
ટીમ ૧ ઋગ્વેદમાં કબડ્ડી, ૧૦૦ મીટર દોડ, ચકફેક, ગોળાફેંક
ટીમ ૨ યજુર્વેદ માં વોલીબોલ, બેડમિન્ટન, કેરમ, લાંબીકૂદ
ટીમ ૩ સામવેદ માં ખો-ખો, થ્રો-બોલ, સ્ટેન્ડિંગ બ્રોડ જંપ
ટીમ ૪ અથર્વવેદ માં હોટ ફેવરેટ ગેમ, રસ્સા ખેંચ રાખવામાં આવી હતી
તેમજ નર્સરી ના બાળકો ને પણ લીંબુ ચમચી, લોટ ફૂંક, બૂક બેલેન્સ જેવી રમતો રમાડી હતી અને પ્રથમ ત્રણ નંબર વિજેતા ને ટ્રોફી અને મેડલ આપી ને પ્રોત્સાહિત કરવા માં આવ્યા હતા

રમત વિશે જાણે તે ઉદેશ્ય થી આજ શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા વિદ્યાલય માં વાર્ષિક રમોત્સવ ઉજવાઈ ગયો

આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શાળા ના ટ્રસ્ટી અને સંચાલક ભારતીબેન શાહ અને જમીલ સાહેબ, હર્ષદભાઈ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી શાળા ની વિદ્યાર્થિની ઓ અને શાળાના આચાર્ય શ્રી મયુરસિંહ અને ઉપ આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે તેમજ મદદનીશ શિક્ષક વંદનાબેન, હેતલબેન, નર્મદાબેન, રિંકલબેન હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »