'ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહ મહોત્સવ તેમજ ૧૧૧ દિકરીબાના પંચમ સમૂહ લગ્નોત્સવ" ધંધુકા ના આંગણે આગામી 2 નવેમ્બર 2025 ના રોજ યોજાશે. - At This Time

‘ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહ મહોત્સવ તેમજ ૧૧૧ દિકરીબાના પંચમ સમૂહ લગ્નોત્સવ” ધંધુકા ના આંગણે આગામી 2 નવેમ્બર 2025 ના રોજ યોજાશે.


"ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહ મહોત્સવ તેમજ ૧૧૧ દિકરીબાના પંચમ સમૂહ લગ્નોત્સવ" ધંધુકા ના આંગણે આગામી 2 નવેમ્બર 2025 ના રોજ યોજાશે.

આસ્થા ફાઉન્ડેશન તથા શ્રી યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા ધંધુકા તેમજ સમસ્ત જાળીયા ગામ દ્વારા ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે 2 નવેમ્બર 2025ના રોજ ધંધુકાના જનકપુરી મુકામે યોજાશે.

આ વિવાહ મહોત્સવ હેઠળ સનાતન હિન્દુ ધર્મના સર્વજાતિ દિકરીબાના પંચમ સમૂહ લગ્નોત્સવ યોજાશે, જેમાં કુલ ૧૧૧ દિકરીબાના સમુહ લગ્ન કરાવવામાં આવશે.

આ શ્રેષ્ઠ કાર્ય માટે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી સહાય અથવા અનૂદાન લેવાતા નથી, જે દર્શાવે છે કે આ સમગ્ર આયોજન સંપૂર્ણપણે નિષ્કામ ભાવના અને સેવા તત્પરતાથી થયું છે.

દિકરી તુલસીનો કયારો નામે ઓળખાતા આ મહોત્સવના મુખ્ય આયોજક શ્રી ભવાની બિલ્ડર્સ - અમદાવાદના ધંધુકા ના જાળીયા ગામના એવા ઉપેન્દ્રસિંહ ચાવડા (ભાલનો સાવજ)

આ તુલસી વિવાહ મહોત્સવ માત્ર એક સામૂહિક લગ્નોત્સવ નથી, પણ એ દરેક નિરાધાર દીકરી, અનાથ બાળકીઓ અને શરીરમાં કોઈ ખોટ કે ખાંપણ ધરાવતી વધૂઓ માટે નવા જીવનની શરૂઆતની આશા છે.

જેઓના માતા-પિતા નથી, અથવા જીવનમાં કોઈનો સાથ નથી, અથવા શારીરિક રીતે અવરોધ હોવા છતાં ઉંચા સ્વપ્નો છે – એવી દીકરીઓ માટે આ સમૂહ લગ્ન એક આશીર્વાદ સમાન છે.

આ કાર્યક્રમ સમગ્ર સમાજમાં દિકરીબાના માન-સન્માન અને સમૂહ વિવાહના સંસ્કારી સંદેશને વ્યાપક બનાવે તેવી આશા છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image