રાજકોટ રૈયાધાર વોટર ફિલ્ટર પ્લાન્ટ ફેઝ-૨ના બન્ને ક્લેરી ફાયરની સફાઈ હાથ ધરવામાં આવી. - At This Time

રાજકોટ રૈયાધાર વોટર ફિલ્ટર પ્લાન્ટ ફેઝ-૨ના બન્ને ક્લેરી ફાયરની સફાઈ હાથ ધરવામાં આવી.


રાજકોટ શહેર તા.૨૨/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનીટ-રૈયાધાર ઝોન (મીકેનીકલ) દ્વારા તાજેતરમાં ૫૦ MLD ક્ષમતાના રૈયાધાર વોટર ફિલ્ટર પ્લાન્ટ ફેઝ-૨ના બન્ને ક્લેરી ફાયરની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ તમામ કામગીરી દરમ્યાન શહેરની જાહેર જનતાને કોઈ અગવડ ન પડે તે શુભઆશયથી દૈનિક પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રાખી, કોઈ પણ પ્રકારના શટડાઉન રાખ્યા વિના બન્ને ક્લેરી ફાયરની સફાઈ કામગીરી કરવામાં આવેલ હતી. આ કામગીરી અંતર્ગત ક્લેરી ફાયરમાં જમા થયેલ સ્લજને સંપૂર્ણપણે દૂર કરી, સ્ક્રેપીંગ/બ્રશીંગથી ક્લેરી ફાયર તથા તેની ઓવરફ્લો ચેનલ, ઇનલેટ ચેનલ, સેટલવોટર ચેનલ વિગેરેની સફાઈ કરી, બ્લીચીંગ સોલ્યુશનનો છંટકાવ કરવામાં આવેલ. આ સમગ્ર કામગીરી એડી.સીટી એન્જીનીયર (ઇ.ચા.) કે.પી.દેથરીયાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી એકઝીક્યુટીવ એન્જીનીયર(મીકે.) વી.એચ.ઉમટના સુપરવિઝનમાં, એડી.આસી. એન્જીનીયર એ.એમ.કંઝારીયા, કેમીસ્ટ કે.કે.વ્યાસ, વર્ક.આસી. એચ.જી.ત્રિવેદી તથા લાલજીભાઇ સોજીત્રા સહિતની ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image