વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે આ કહેવત સાર્થક કરતું શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ... - At This Time

વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે આ કહેવત સાર્થક કરતું શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ…


વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે આ વાક્યને સાર્થક કરતું શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ...

લોકેશન:- ઉના -ગીર સોમનાથ

ઉનાના નવાબંદર ગામે મેગા મેડિકલ કેમ્પ..

ઉનાના નામાંકિત ડોક્ટર એ 500 થી વધારે દર્દીઓને કરી ફ્રી સારવાર...

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટનો માન્યો આભાર..

માનવસેવા એ જ પ્રભુ સેવા આ વાક્યને સાર્થક કરતું શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવાબંદર મુકામે મેડિકલ કેમ્પ નું આયોજન કરીને 500 થી વધારે દર્દીઓને ઉનાના નામાંકિત ડોક્ટરો દ્વારા ફ્રી નિદાન તેમજ દવા આપવામાં આવી.

ઉના તાલુકા ના છેવાડા ના નવાબંદર ખાતે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દેલવાડા-ઉના આયોજિત નવાબંદર મુકામેં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ કરવામાં આવયો .જેમાં ડો. મુકેશ બલદાણીયા એમ.ડી મેડિસિન, ડો. નિશાંત મનાણી હાડકાના સર્જન,ડો. સંદીપ સોલંકી જનરલ તથા સર્જન.લેપ્રોસ્કોપી ,ડો.ગ્રીષા મનાણી ચામડી તેમજ એલર્જીના નિષ્ણાત,ડો.બ્રિજેશા સોલંકી આઇ.સી.યુ.ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને એનેસ્થેસિયા તેમજ ડોક્ટર મોઈન મુનશી ફેમિલી ફેમિલીઝેશન BHMS આવા વિવિધ વિભાગ ના ડોક્ટરોની ટીમ દ્વારા અંદાજિત 500 થી વધુ દર્દીઓએ આ નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પ માં બી.પી.,સુગરના દર્દીઓને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ અગાઉ પણ શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા નિ:શુલ્ક કેમ્પ છેવાડાના ગામડે નામાંકિત ડોક્ટરોની ટિમ બોલાવી કરવામાં આવેલ હતા. વધુમાં કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એચ.આઇ.કુબાવત દ્વારા એવું જણાવેલ કે આવનારા સમયમાં ટ્રસ્ટ દ્વારા આરોગ્યને લગતા, શિક્ષણને લગતા,અબોલ પશુ પક્ષીઓને લગતા જેવા વિવિધ માનવસેવા એજ પ્રભુ સેવા ની ઉક્તિ સાર્થક થાય તેવા કાર્યક્રમો કરવામાં આવશે.તેમજ આવનારા દિવસો માં ગીર જંગલ બોર્ડર ના ગામો ના માલધારીઓને ને મેડીકલ સેવાઓ નો નિઃશુલ્ક લાભ મળે તે હેતુથી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કેમ્પ નું આયોજન કરવામાં આવશે.

રિપોર્ટર:- માવજી વાઢેર ઉના ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.