જીવન શાળા ખોપાળામાં જુના શિક્ષક ભરતી 2024 અંતર્ગત ત્રણ શિક્ષકોની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો
વિગતવાર જણાવતા જીવનશાળા ખોપાળામાં માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ પટેલ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જશુબેન પિઠીયા અને અલ્પેશભાઈ પટેલ નો જુના શિક્ષકની ભરતી 2024 માં અન્ય શાળામાં બદલી થતાં રંગારંગ વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ખોપાળા કેળવણી મંડળના ટ્રસ્ટીશ જે.પી. ગાબાણી અને શાળાના આચાર્ય રમેશચંદ્ર ટી પટેલ દ્વારા વિદાય લેતા ત્રણેય શિક્ષકોને સન્માન પત્ર, શ્રીફળ અને સાકરનો પડો,સ્વાલ ઓઢાડી તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું શાળાના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળાના તમામ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમની દિપાવ્યો હતો. તમામ કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામભાઈ તાવિયા દ્વારા કરાયું હતું અને કાર્યક્રમને અંતે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ સ્વરુચિ ભોજનનો આનંદ માણ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
