શુક્લતીર્થ ઉત્સવમાં જીજ્ઞેશ કવિરાજ અને અન્ય કલાકારો આપશે હાજરી. - At This Time

શુક્લતીર્થ ઉત્સવમાં જીજ્ઞેશ કવિરાજ અને અન્ય કલાકારો આપશે હાજરી.


શુક્લતીર્થ ખાતે આવેલા મેળાના મેદાનમાં તારીખ ૧૨ મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાત્રે ૮ કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે. પ્રથમ સંધ્યાએ આ કાર્યક્રમમાં વિવિધ કલાવૃંદો પોતાની સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિ રજૂ કરશે. જેમાં નવરંગ ગરબા ગૃપ પ્રાચિન ગરબો, સિદી ધમાલ નૃત્ય, રાધિકા આદિવાસી લોકનૃત્ય કલા મંડળ ચીંચલી આદિવાસી લોકનૃત્ય, ત્વિષા વ્યાસ એન્ડ ગૃપ બારડોલી, શિવ તાંડવ નૃત્ય, પાવરી નૃત્ય અને હિમાલીબેન વ્યાસ અને ગૃપ સંગીત રજૂ કરશે.જ્યારે તારીખ ૧૩ મી ફેબ્રુઆરી ૨૦૨૫ની સંધ્યાએ આદિવાસી યાહામોગી નવયુવક લોક કલા ટ્રસ્ટ હોળી નૃત્ય, મોતાલી પ્રાથમિક શાળા,અંકલેશ્વર પ્રાચિન ગરબો, સાંઇ નૃત્ય એકેડમી નવદુર્ગા થીમ ડાન્સ, રાઠવા આદિવાસી જનજાતિ નૃત્ય મંડળ રાઠવા નૃત્ય અને જીજ્ઞેશ કવિરાજ લોક ડાયરો રજૂ કરશે.

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image