મહીસાગર જિલ્લાની જાહેર જનતાએ દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા ફોડતી વખતે ધ્યાનમાં રાખવા અંગે
મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિધ્ધ કરાયેલા પગલાઓનો ચુસ્ત પણે અમલ કરી આરોગ્યની કાળજી લઇ સુરક્ષીત દિવાળી ઉજવીએ. ફટાકડા ફોડતી વખતે જાહેર જનતાને ધ્યાનમાં રાખવાના મુદા આટલું કરો જ્યારે પહેરેલા કપડા આગમાં લપેટાય, થોભો, ફટાકડાને દૂર કરો અને જમીન પર આળોટા જો આગ ઓલવી શકાય ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીટાંળો. દાજેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નોખો જ્યાં સુધી બળતરા ચાલુ રહે ત્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી શકાય. દાજેલી જગ્યા પર ચોખ્ખુ કપડુ , સ્ટરીલાઈઝ બેન્ડેઝ બાંધવુ તથા યોગ્ય સારવાર માટે વહેલી તકે દાક્તરનો સંપર્ક કરવો. દિવાળીના તહેવાર દરમ્યાન ફાયર બ્રિગેડનો ફોન નંબર ૧૦૧,૧૦૮ તથા ૦૨૭૭૪ - ૨૫૦૨૨૧ નંબર પર સંપર્ક સાધવો. ફટાકડા વડીલોની હાજરી માંજ ફોડો. ફટાકડા ફોડતી વખતે પાણીની ભરેલી ડોલ તથા રેતી ભરેલી ડોલ રાખવી અને તારા મંડળ જેવા ફટાકડાનો ઉપયોગ કર્યા પછી તેનો તાર તે ડોલ માં જ નાંખવો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.