જસદણ મેમણ જમાતના આગેવાનોએ વર્લ્ડ મેમણ ડે નિમિતે દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણમાં કોઈ પણ નાગરિક સમાજના દુઃખદ પ્રસંગે વગર આમંત્રણે ચુપચાપ દોડી જઈ એક ખરાં અર્થમાં સધિયારો આપનારા મેમણ જમાત કારોબારી કમિટીના સભ્યોએ વર્લ્ડ મેમણ ડે નિમિતે દર્દીઓને હૈયે ટાઢક મળે એવું કાર્ય કર્યું હતું. આમ તો જસદણ મેમણ જમાત કારોબારીના સભ્યો દર વર્ષે વર્લ્ડ મેમણ ડે ના અવસરે લોકહિતના કામો કરે છે. આ દિવસે સભ્યો હાજી રસીદભાઈ ગનીયાણી, સાજીદભાઈ ગનીયાણી, યાકુબભાઈ ખીમાણી, ઈલ્યાસભાઈ મનપસંદ, હાજી તનવીરભાઈ ઈસાણી, ઈમરાનભાઈ બોદલા, હાજી તૌફીકભાઈ ખીમાણી અને અન્ય સભ્યોએ જસદણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાં હોય તેવા દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું હતું. તેમની આ સેવાભાવનાની આરોગ્ય સ્ટાફે પ્રશંસા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
