તરેડ ગામે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, ભક્તિમય માહોલ છવાયો હતા - At This Time

તરેડ ગામે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, ભક્તિમય માહોલ છવાયો હતા


(રિપોર્ટ કનૈયાલાલ મકવાણા)
આજ રોજ તરેડ ગામે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ હતી. સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં ડૂબી ગયું હતું. સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર હનુમાનજીની પૂજા અર્ચના કરી અને ભજન કીર્તન તેમજ આરતીના કાર્યક્રમોનું આયોજન કર્યું. ગામના બાળકો, યુવાનો અને વડીલોએ સમૂહિક રીતે ભાગ લઈને ઉત્સવને યાદગાર બનાવ્યો. ગામના મુખ્ય મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું. હનુમાન જયંતિની આ ભવ્ય ઉજવણીને લઈ સમગ્ર ગામમાં આનંદ અને ઉમંગની લહેર ફરી વળી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image