વનવાસી કલ્યાણ પરિષદ જૂનાગઢ ટીમ દ્વારા પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો - At This Time

વનવાસી કલ્યાણ પરિષદ જૂનાગઢ ટીમ દ્વારા પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો


વન વિસ્તારનાં અંતરીયાળ વનવિસ્તારનાં વનબાંધવો સાથે આત્મીયતાનાં ઓઝસ રેલાવતા જૂનાગઢવાસીઓ

જૂનાગઢ તા.૩, વનવાસી કલ્યાણ પરીષદની જૂનાગઢ સમીતિ દ્વારા જૂનાગઢ ખાતે પરીવાર મીલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનાં અધ્યક્ષ અતુલભાઇ લાખાણીએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યુ હતુ કે મનુષ્ય જીવનમાં સેવાનું અદકેરૂ સ્થાન છે. વનવાસી કલ્યાણ પરિષદમાં સેવાનાં પ્રેરણાપાથેય સેવારથીઓની વચ્યે ઉપસ્થિત રહેવાનો અવસર સદભાગ્ય છે. કાર્યક્રમનાં ઉદઘાટક વિજ્યાબેન લોઢીયાએ વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓને બીરદાવી હતી. આ પ્રસંગે તાજેતરમાં ધરમપુરથી તાપી સુધી યોજાયેલ વનયાત્રામાં સહભાગી બનેલા રમેશભાઇ ભીમાણી અને ચંદુભાઇ સુહાગિયાએ વનયાત્રાનાં પ્રેરક પ્રસંગોને ટાંકીને તેમનાં અનુભવ કથન રજુ કર્યા હતા. ગીતાબેન પોશીયાએ શબરી ગીત દ્વારા પરિવાર મીલન કાર્યક્રમને સંગીતમય બનાવ્યો હતો. આ પ્રસંગે રોહીતભાઇ લાખાણીએ પ્રાચિન ભજન રજુ કરી અંત્યોદયની સેવા સુશ્રુસા એ ધર્મ છે એવો માર્મિક સુર રેલાવ્યો હતો. જૂનાગઢ એકમનાં અધ્યક્ષ ડો. પ્રવિણ સોજીત્રાએ જૂનાગઢ વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા થતી પ્રવૃતિની રૂપરેખા રજુ કરતા જણા્વ્યુ હતુ કે જૂનાગઢ ચિકીત્સા ટીમ કાર્યકર્તાઓએ દાહોદ અને છોટાઉદેપુર ચિકીત્સા શિબીર યોજી વનવાસી ક્ષેત્રનાં વનબાંધવો પ્રત્યે આરોગ્ય રક્ષા દ્વારા ભાવાત્મક સંવેદનાઓ સભર સંબંધો સ્થાપિત કર્યા હતા. આ પ્રસંગે વનવાસી કલ્યાણ પરીષદનાં રાજ્ય એકમનાં મંત્રી ચંદ્રકાન્તભાઇ રાવલાણીએ વનવાસી કલ્યાણ પરીષદની લોકકલ્યાણકારી પ્રવૃતિની વિગતો આપતા જણાવ્યુ હતુ કે ભજન કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, ચિકિત્સા કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, રક્ષાબંધન પર્વ, ચિકિત્સા શિબિર, ગણપતિ ઉત્સવ, ગણપતિ મૂર્તિ વિતરણ, વ્યસનમુક્તિ કાર્યક્રમ, વનગ્રામ નિવાસ, નગરયાત્રા થકી સંસ્કૃતિની રક્ષા સાથે સમરસ સમાજ નિર્માણમાં વનવાસી કલ્યાણ પરિષદની અવ્વલ ભુમીકા ભજવી રહ્યુ છે. વન થી નગર સુધીની માનવીની જીવન સફર દરમ્યાન અનેકાનેક સંસ્કૃતિઓની માનવજીવન પર અસર વર્તાણી છે. ભારતીય સંસ્કૃતિ વસુદૈવકુટુમ્બકમ્મની વિચારધારાને માનનારી સંસકૃતિ છે. ભગવાનશ્રી રામનાં આદર્શને જીલનારી સંસ્કૃતી છે. ત્યારે નગરજન થી વનજન સુધી આરોગ્ય ચીકીત્સાનાં માધ્યમે જૂનાગઢ વનવાસી કલ્યાણ પરિષદનાં સભ્યો ગુજરાતનાં વનવિસ્તારનાં અંતરીયાળ ક્ષેત્રોમાં વસવાટ કરતા વનબાંધવોની તબીબી સેવા માટે આગળ આવ્યા છે. ત્યારે નવેમ્બર-૨૦૨૨ દરમ્યાન વનક્ષેત્રમાં ચિકીત્સા શિબીરની જિગતો આપતા જણાવ્યુ કે ૧૦૮ મેડીકલ કેમ્પ યોજાયા હતા. જેમાં ૩૪૭ તબીબોએ ૨૫૮ ફાર્માસીસ્ટો અને ૭૦૧ ગામોનાં ૧૭૮૯૮ દર્દીઓને રોગ મુકત કૃયા હતા. જેમાં ૬૦૧ નગરીય અને ૧૧૮૬ ગ્રામિણ કાર્યકર્તાઓનો સહયોગ સાંપડ્યો હતો. આ તકે શ્રી રાવલાણીએ સ્વામીવિવેકાનંદજીનાં આદર્શોને અનુસરવા અને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.પ્રચારક સુશ્રી ગાયત્રીબેન વ્યાસે સમરસ સમાજનાં નિર્માણમાં સ્ત્રી શક્તિની ભુમીકા વીશે જાણકારી આપી હતી. ચિકીત્સા શિબીરમાં સહભાગી ડો. ભરત વોરાએ વનવાસી ક્ષેત્રમાં આોરગ્ય અને તેની સંભાળ વિશે અનુભવ કથન રજુ કર્યુ હતુ. ડો. મહેન્દ્ર તારપરાએ નીધી એકત્રીકરણ અને સેવાપાત્રોની વિગતો રજુ કરી હતી. અશ્વિન પટેલે સભ્યોનો પરિચય આપ્યો હતો. ચિકીત્સા શિબીરનાં અધ્યક્ષ

ડો. મુકેશ પાનસુરીયાએ વનક્ષેત્રમાં વનવાસીઓનાં આરોગ્યમાં રાખવાપાત્ર તકેદારીઓ અને તેમાં સેવાકીય સંસ્થાઓની ભુમીકાની વાત કરી હતી. સ્ત્રી રોગ નિષ્ણાંત ચંદ્રીકાબેન પિયુષ વડાલીયાએ બહેનોનાં આરોગ્ય વીષે વાત કરી હતી. આ તકે ઓર્થોપેડીક સર્જન ડો. નિકુંજ ઠુમર,ડો. બોરડ સહિત કાર્યકર્તાઓ વનક્ષેત્રમાં વસતા વનબાંધવો સાથે “તું મૈ રક્ત એક ” નું સુત્ર સાર્થક કરી વિવેકાનંદજીની “સર્વજન હિતાય સર્વજન સુખાય”ની ભાવનાને ચરિતાર્થ કરવા સંકલ્પનાં વ્યક્ત કરી હતી. આભાર વિધી અને કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. હરેશ કાવાણીએ કર્યુ હતુ.

અહેવાલ અસ્વિનભાઈ સરધારા
માહિતી બ્યુરો જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.