ચોટીલાની બામણબોર નદીમાં ફેક્ટરીઓ દ્વારા કેમિકલ ઠલવાતું હોવાથી ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. - At This Time

ચોટીલાની બામણબોર નદીમાં ફેક્ટરીઓ દ્વારા કેમિકલ ઠલવાતું હોવાથી ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.


તા.29/11/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આ અંગે DB ડીજીટલમાં અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. ત્યારે ગામલોકોના વિરોધ મામલે સુરેન્દ્રનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દ્વારા તપાસ હાથ ધરી હતી. તેમાં કંપની બેદરકારી સામે આવી હતી. તેમજ કંપનીને હૂકમ કરી તાત્કાલિકના ધોરણે કંપની બંધ કરવા માટે લેખિત હુક્મ કરવામા આવ્યો હતો. તેમજ જે-તે વિસ્તારના વિદ્યુત બોર્ડને પણ આદેશ કર્યો છે કે, જ્યાં સુધી બધું બરાબર કંપની દ્વારા કાયદેસર ન થાય ત્યાં સુધી કંપનીને અપાતો વિજ જોડાણ કાપી નાખવામાં આવે તેવો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આદેશ કર્યો છે, જેમાં કાયદા મુજબ એકમો ચલાવવામાં નહીં આવે તો પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ હુકમ કર્યો છે.ચોટીલા બેઠકના બામણબોર ગામે કેમિકલ ફેક્ટરી આવેલી છે. તેમાં પ્રદુષણ પાણી નિકળતા હોય ત્યારે સમસ્ત બામણબોર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આજુબાજુમાં ખરાબ કેમિકલવાળું પાણી નિકળતા હોય ત્યારે બામણબોર ગામના લોકો આક્રોશ ઠાલવ્યો હતો. અને જો આ કેમિકલ ફેકટરી બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી સમસ્ત ગામ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.બામણબોરની કેમિકલ કંપનીએ ખેડૂતોને બરબાદ કર્યા છે. અને બામણબોર સ્થિત ફેક્ટરીના ઝેરી પાણીએ જમીનના તળ બગાડ્યા છે. જેથી રોસે ભરાયેલા ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે બાબતે ફેક્ટરી સામે અનેક ફરિયાદો છતાં પરિણામ શૂન્ય હતુ.બામણબોરની કેમિકલયુક્ત ફેક્ટરી સામે લેખિતમાં ગ્રામ પંચાયત અને સરપંચે તમામ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી હતી. છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહીને ન થતા ગ્રામજનો કંટાળીને રોસે ભરાયા હતા. અને મતદાન બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. જેમાં કેમિકલયુક્ત પાણીએ નદીના તળાવોના તળ બગાડી નાખ્યા છે.ઝેરી પાણીના કારણે અનેક પશુધનના પણ મોત થાય હતા. અને ચામડીના રોગો પશુને થાય છે. ઝેરી પાણીનો રેલો નદી મારફત મચ્છુ મોરબી સુધી પહોંચ્યો છે. અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોઈપણ પગલાં લીધા નથી. જે અંગે ગ્રામ પંચાયતના સભ્યો, માલધારીઓ અને ગ્રામજનોએ સરપંચ સહિત લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેમિકલની ફેક્ટરી ઝેરી પાણીને તળમાં અને નદીમાં ઉતારી રહી છે. જેનાથી જળાશયોના તળ બગડતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો. અંગે DB ડીજીટલમાં અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. ત્યારે ગામલોકોના વિરોધ મામલે સુરેન્દ્રનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દ્વારા તપાસ હાથ ધરી હતી. તેમાં કંપની બેદરકારી સામે આવી હતી. તેમજ કંપનીને હૂકમ કરી તાત્કાલિકના ધોરણે કંપની બંધ કરવા માટે લેખિત હુક્મ કરવામા આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.