જસદણ સરકારી હોસ્પિટલમાં માનવતા મહેંકી ઉઠી: સુન્ની મુસ્લિમ સમાજનું કાર્ય દીપી ઉઠ્યું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના લીલાપુરરોડ પર રવિવારે સાંજે બે કારો સામસામે અથડાતાં જેમાં આઠ જેટલાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને રાજકોટના એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજતાં આ અકસ્માતમાં થોડીવાર માટે હાઈ વે રકતરંજિત અને ટ્રાફીકજામ સર્જાતા ભારે અફડાતફડી સર્જાય હતી રવિવારે સાંજે લોકો રજાના મુડમાં હતાં ત્યારે જસદણ સુન્ની મુસ્લિમ સમાજના હારુનભાઈ ડાયાતર, રફીકભાઈ, આસિફભાઈ, ફરીદભાઈ, સત્તારભાઈ સહિતનાં ૨૫ જેટલાં મુસ્લિમ સમાજના લોકો આ અક્સ્માતના ઘટનાસ્થળેથી લઈ છે ક સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અને વધું સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા ત્યાં સુધી ઘાયલોની મદદમાં રહી ફરજનો ભાગ સમજી માનવતા મહેંકાવી હતી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધું હોય એટલે સ્વભાવિક છે કે વધું એમ્બ્યુલન્સની જરૂર પડે ત્યારે શહેરની વેલકમ ચેરિટેબલ ટ્રસ્ટની બે એમ્બ્યુલ્સ પણ વધું સારવાર માટે ઘાયલો માટે જીવતદાન જેવી પુરવાર થઈ હતી આમ ઈજાગ્રસ્તોને મુસ્લિમ સમાજ દ્વારા તમામ સવલત મળી જતાં જસદણ સરકારી હોસ્પિટલમાં કોમી એકતાના દ્રશ્યો તાદ્રશ્યો ખડાં થયાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.