કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને કવેસ્ટ એલાયન્સ સંસ્થા દ્વારા શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ફતેહગઢમાં સ્ટેમ ફોર ગર્લ્સ પ્રોજેકટ અંતર્ગત કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ, વોકેશનલ લેબ અને સ્માર્ટ ક્લાસનું ઓપનિંગ કરવામાં આવ્યું.
ફતેહગઢ શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ખાતે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને કવેસ્ટ એલાયન્સ સંસ્થા દ્વારા સ્ટેમ ફોર ગર્લ્સ પ્રોજેકટ અંતર્ગત કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ, વોકેશનલ લેબ અને સ્માર્ટ ક્લાસનું ઓપનિંગ કરવામાં આવ્યું.
કવેસ્ટ એલાયન્સ સંસ્થાના સહયોગથી કચ્છ જિલ્લાની 31 જેટલી માધ્યમિક શાળાઓમાં સ્ટેમ ફોર ગર્લ્સ પ્રોજેકટ કાર્યરત છે. જેમાં દીકરીઓ ટેક્નિકલ શિક્ષણમાં આગળ વધે એવા પ્રયત્નો કરવામાં આવે છે. જે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડૉ. બી.એન.પ્રજાપતિ સાહેબ, એજ્યુકેશન ઇન્સ્પેકટર મન્સૂરી સાહેબ, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેકટર મેંનાબેન, વોન્ધ હાઈસ્કૂલના વર્ગ 2 આચાર્ય અતુલભાઈ જાદવ, કવેસ્ટ એલાયન્સ સંસ્થાના સ્ટેટ પ્રોજેકટ ઓફિસર વિપુલભાઈ ડાભી,કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના કચ્છ જિલ્લા સંયોજન શૈલેષભાઇ રબારી, ગ્રામ સ્વરાજ સંઘના ધર્મેન્દ્ર પટેલ, ગામના સરપંચ, ઉપસરપંચ, દાતાશ્રીઓ અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં લેબ ઓપનિંગ ઉપરાંત ધોરણ 10 અને 12 માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર લાવેલ દીકરીઓને જિલ્લા શિક્ષણાધિકારી સાહેબના વરદ હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા..
જે કાર્યક્રમનું આયોજન ફતેહગઢ સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો તેમજ કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. બી.એન.પ્રજાપતિ સાહેબ દ્વારા વર્તમાન સમયમાં સરકાર દ્વારા ચાલતી શૈક્ષણિક યોજનાઓ અને દીકરીઓ કેવી રીતે સર્વાંગી વિકાસ કરી શકે એ માર્ગદર્શન આપ્યું હતું તથા વાગડ વિસ્તાર શિક્ષણ ક્ષેત્રે કરી રહેલ પ્રગતિનો ખાસ ઉલ્લેખ કરેલ હતો.
આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી દિનેશભાઇ ના માર્ગદર્શન હેઠળ શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ માનસિંગ સાહેબ દ્વારા કરવામાં આવી હતી..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.