શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર એવં મીઠાઈનો અન્નકૂટ
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ તા:09-09-2023ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા ધરાવી એવં રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવેલ એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી તથા બપોરે 11:15 કલાકે વિવિધ પ્રકારની મીઠાઈઓનો અન્નકૂટ ધરાવીને આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ.
શ્રાવણ માસ શનિવાર નિમિત્તે સાંજે 6:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવેલ.દાદાને વિવિધ વાઘનો શણગાર,ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, સાંજે 07:૦૦ કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી કરવામાં આવેલ, હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.