અમરેલી જિલ્લા યુવા આહિર સમાજ દ્વારા 17મીએ ત્રિવિધ કાર્યક્રમનુ ભવ્ય આયોજન - At This Time

અમરેલી જિલ્લા યુવા આહિર સમાજ દ્વારા 17મીએ ત્રિવિધ કાર્યક્રમનુ ભવ્ય આયોજન


*તેજસ્વી તારલોઓ,સામાજિક અને રાજકીય અગ્રણીઓના કાર્યને બિરદાવી સન્માનિત કરાશે*

*અમરેલી જિલ્લા આહિર કર્મચારી મંડળની રચના સાથે આહિર આજના સમૂહ લગ્નોત્સવના આયોજન બાબતે થશે મંથન*

*સમગ્ર અમરેલી જિલ્લા આહિર સમાજને ઉપસ્થિત રહેવા યુવા પ્રમુખ કમલેશ ગરણિયાની અપીલ*

સમયની સાથે પરિવર્તનશીલ યુગમાં વિકાસની ગતી સાથે તાલ મિલાવવા માટે દરેક સમાજ પહેલ કરે છે ત્યારે અમરેલી જિલ્લા આહિર સમાજ દ્વારા પોતાની આવનારી યુવા પેઢીને નેતૃત્વમાં સામેલ કરવા અને સમાજના વિકાસલક્ષી કાર્યક્રમમાં યુવાઓને જોડવા માટે અમરેલી જિલ્લા યુવા આહિર સમાજ નામનું સંગઠન આકાર પામ્યું છે જેનું સુકાન યુવા ઉત્સાહી અને અડધી રાતના હોંકારા સમાન ગણાતા કમલેશ ગરણિયાને સોંપવામાં આવ્યુ હતુ આ સંગઠન દ્વારા આવનાર સમયનો સમાજ ઉપયોગી વિકાસલક્ષી પ્રવુતિઓ માટે રોડમેપ તૈયાર કરવા એક મિટિંગનુ આયોજન અમરેલી ખાતે કરાયું હતુ જે અનુસંધાને તારીખ 17મી જૂન અને સોમવારના રોજ અમરેલી જિલ્લાના આહિર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ,રાજકીય આગેવાનો,સામાજિક આગેવાનોની કામગીરીને બિરદાવી તેમનું સન્માન કરવાનું આયોજન નક્કી કરવામાં આવ્યુ છે આ સાથે અમરેલી જિલ્લામાં આહિર સમાજના કર્મચારી સરકારના વિવિધ વિભાગમાં વર્ગ એક થી ચાર માં ખુબ મોટી સંખ્યામાં પોતાની ફરજ નિભાવતા હોય ત્યારે અમરેલી જિલ્લા આહિર કર્મચારી મંડળની રચના કરવી અને લગ્નો પાછળ થતા ખોટા ખર્ચ ઘટાડવા માટે આવનાર સમયમાં આહિર સમાજના સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવા સમગ્ર જિલ્લા માંથી આહિર સમાજના લોકો માટે એક ત્રિવિધ કાર્યક્રમનુ આયોજન અમરેલી જિલ્લા આહિર સમાજના પ્રમુખ જીતુભાઇ ડેર અને અન્ય આગેવાનોના માર્ગદર્શન નીચે અમરેલી જિલ્લા યુવા આહિર સમાજના પ્રમુખ કમલેશ ગરણિયાના નેતૃત્વ આવનારી તારીખ 17મી જૂન ને સોમવારના રોજ સવારે નવ કલાકે,કડવા પટેલ સમાજ વાડી હનુમાન પરા અમરેલી ખાતે ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તો સમગ્ર અમરેલી જિલ્લામાં વસવાટ કરતા આહિર સમાજના લોકોને ઉપસ્થિત રહેવા યુવા આહિર સમાજના પ્રમુખ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.