જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી


જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી સરકારી યોજનાઓ અને તેના લાભો વિશે વાત કરી. મહિલાઓને શિક્ષિત થઈ આત્મ નિર્ભર બનવા પ્રોત્સાહીત કર્યા હતા.
આ પ્રસંગે ડી.આર.ડી.એ ડાયરેક્ટર શ્રી કે. પી. પાટીદારે મહિલાઓને જણાવ્યું કે સ્વચ્છતા જાળવવા માટે ઘરમાં બને તેટલો ઓછો કચરો ઉત્પન્ન કરવો, ઘરની સાથે ફળીયુ, ગામ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, સુકો અને ભીના કચરાનો યોગ્ય નિકાલ કરવો
જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન અનસુયાબેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મ અને ઉછેર એક સામાન્ય ગરીબ પરીવારમાં થયો હતો. બાળપણમાં તેમણે ઘણી બધી મુશ્કેલી પડી હશે. આજે તેઓ દેશના રાષ્ટ્રપતિ છે. મહિલાઓને જીવનમા ગમે એવી મુશ્કેલી પડે તેની સામે લડવાની વાત કરી હતી.
પ્રોગ્રામના અંતે ઉપસ્થિતોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. તેમજ સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત સ્વચ્છતા સબંધિત ઉત્કૃઠ કામગીરી કરેલ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, હાંસલપુર મહિલા સરપંચ શ્રી, સ્વ સહાય જૂથની બહેનો, મહિલા સફાઇ કર્મિઓ તેમજ અન્ય મહિલાઓ ઉપસ્થિત રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image