હાલીસા જિલ્લા બેઠક પર ચૂંટણીમાં કંથારપુરા ગામના વરરાજા ઘોડી પર બેસી મત આપવા પહોંચ્યા - At This Time

હાલીસા જિલ્લા બેઠક પર ચૂંટણીમાં કંથારપુરા ગામના વરરાજા ઘોડી પર બેસી મત આપવા પહોંચ્યા


હાલીસા જિલ્લા બેઠક પર પેટાચૂંટણીમાં આજે કંથારપુરા ગામનો વરરાજા નટવરસિંહ અમરતસિંહ સોલંકી પોતે ઘોડી પર ચઢી પ્રાથમિક શાળાના બુથ પર વોટિંગ કરવા પહોંચ્યા હતા.ગાંધીનગરના દહેગામ ની હાલીસા જિલ્લા બેઠકો પર પણ મતદાન થઇ રહ્યું છે. સામાન્ય રીતે મતદાન પ્રત્યે લોકો ગંભીર નથી હોતા અને એને રજાનો દિવસ ગણીને બહારગામ જવાનો કે બહાર જવાનો પ્રોગ્રામ બનાવી લેતા હોય છે, પણ કંથારપુરા ગામમાં એક વરરાજા મતદાન મથક પર પહોંચતા મતદારોમાં ખુશીના સમાચાર જાણવા મળ્યા છે.

અહીં એક વરરાજા વરઘોડોમાં તૈયાર થઇને મતદાન કરવા પહોંચી ગયા હતા. આટલું ઓછું હોય તેમ મતદાન કરી લીધા બાદ તમામ લોકોને મતદાન કરવા માટે પણ વિનંતી કરી હતી. વોટિંગ કરતા સમયે વરરાજા સાથે તેના પરિવારના સભ્યો પણ હાજર હતા. વરરાજાએ જણાવ્યું હતું કે તેના લગ્ન બપોરે હોવાથી તે વરઘોડામાં સમય કાઢીને મતદાન કરવા આવ્યો છે. વરરાજાએ જણાવ્યું હતું કે મેરેજ જરૂરી છે પણ મતદાન કરવું પણ જરૂરી છે. મતદાન દરેકની ફરજ છે.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
­


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image