લોકપ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો*
*લોકપ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો*
------------
*સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ*
------------
કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને સંબંધિત ખાતાના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતાં.
અરજદારોએ જરગલી ગામે જવા-આવવાના રસ્તા પરનું દબાણ દૂર કરવા અંગે, પીપળી ગામના ગામતળના રસ્તાઓ પરના દબાણો દૂર કરવા બાબત, નેશનલ હાઈવેમાં કપાતમાં ગયેલ જમીનનું વળતર ચૂકવવું, જાહેરનામાનો ભંગ કરી ગેરકૃત્ય આચરનાર શખ્શો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી, ગૌચર તથા સરકારી જમીન પર પેશકદમી દૂર કરવા બાબત, અનધિકૃત રીતે બંધ કરવામાં આવેલ રસ્તાનો એપ્રોચ ખૂલ્લો કરાવી આપવા બાબતના પ્રશ્નો રજૂ કર્યા હતાં.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ નાગરિકલક્ષી પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું તેમજ અરજદારોના બાકી રહેતાં પ્રશ્નો અન્વયે કર્મચારીઓ અને અધિકારીઓને હકારાત્મક વલણ રાખીને અરજદારોને બીજી વાર પોતાના કામ માટે ધક્કો ખાવો ના પડે તે રીતે કામગીરી કરવા માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, ચીફ ઓફિસર શ્રી પાર્થિવ પરમાર સહિત મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે
