વાસણા ચૌધરી ગામના ફાર્મ હાઉસમાં છુપાયેલ દુષ્કર્મ આરોપી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ મહિલાને ધક્કો મારી ફરાર થયો
ભાજપની જ મહિલા કાર્યકર સાથે દુષ્કર્મના કેસના આરોપી ગજેન્દ્રસિંહ પરમારને ગૃહવિભાગનું સીધુ રક્ષણ હોવાથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવતી નથી. ત્યારે પીડિત મહિલાને ગુરૂવારે માહિતી મળી હતી કે ગજેન્દ્રસિંહ ગાંધીનગરના વાસણા ચૌધરી ગામના એક ફાર્મ હાઉસમાં હાજર છે. જેથી મહિલા ફાર્મ હાઉસ પર પહોંચી હતી અને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. પરંતુ, પોલીસ ન પહોંચતા મહિલાએ અંદર જઇને ગજેન્દ્રસિંહ પરમારને ઝડપી લેતા તેણે તેમજ તેના ડ્રાઇવરે મારામારી કરીને હતી અને કારમાં નાસી ગયા હતા. પરંતુ, મહિલાએ પીછો કરતા હાઇવે પર ગજેન્દ્રસિંહની ક્રેટા કાર સાથે અકસ્માત થતા મહિલાને ઇજા પહોંચી હતી. બીજી તરફ ગજેન્દ્રસિંહ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે મહિલાએ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
