રાજકોટ પેસેન્જરને બેસાડી પેસેન્જરની નજર ચુંકવી ચોરી કરતા ઈસમોને પકડી પાડતી આજીડેમ પોલીસ. - At This Time

રાજકોટ પેસેન્જરને બેસાડી પેસેન્જરની નજર ચુંકવી ચોરી કરતા ઈસમોને પકડી પાડતી આજીડેમ પોલીસ.


રાજકોટ શહેર તા.૨૯/૩/૨૦૨૫ ના રોજ ગઇ તા.૨૧/૩/૨૦૨૫ ના રોજ બપોરના ૪ વાગ્યા આસપાસ ફરીયાદી પ્રેમજીભાઈ ઉકાભાઈ જાદવ રહે.કનેસરા તા.જસદણ જી.રાજકોટ વાળા તથા તેના પત્ની મંજુબેન બન્ને સરધાર જવા માટે આજીડેમ ચોકડીથી ઈકો કારમાં બેસેલ હોય, જે કારમાં પહેલેથી કાર ચાલક તથા અન્ય ચાર અજાણ્યા માણસો બેસેલ હોય જેઓએ ફરીયાદીની નજર ચુકવી ફરીયાદીના ખિસ્સામાંથી રોકડા રૂ.૪૦,૦૦૦ કાઢી ફરીયાદી તથા તેના પત્નીને ને કારમાં ગીરદી વધુ હોવાથી નીચે ઉતારી જતા રહેલ. અને થોડે આગળથી પરત આવી ફરીયાદીને કારમાં તમારા રૂપીયા પડી ગયેલ હતા તેમ કહી રૂ.૧૯,૦૦૦ પરત આપી રૂ.૨૧,૦૦૦ ની ચોરી કરી જતા રહેલ હોય જે અંગે ફરીયાદીની ફરીયાદ પરથી આજીડેમ પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨), ૫૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે અન્વયે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા સંયુકત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર સજનસિંહ પરમાર ના માર્ગદર્શન હેઠળ સઘન પેટ્રોલીંગ કરી મિલ્કત સંબંધી અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અન્વયે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના P.I એ.બી.જાડેજા ની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડના જે.જી.રાણા તથા સર્વેલન્સ સ્કોડના માણસો જુદી-જુદી ટીમો બનાવી CCTV ફુટેજો ચેક કરી, હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી ગુન્હો શોધવાની કામગીરીમાં હતા તે દરમિયાન હરપાલસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા હરપાલસિંહ જાડેજા નાઓને મળેલ સંયુક્ત હકીકત આધારે આજીડેમ ચોકડીથી આગળ, ભાવનગર હાઈ-વે, આર.કે.યુનિવર્સીટીના ગઈટ પાસેથી આરોપીઓને પકડી ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલ ઈકો કાર તથા ચોરીમાં મેળવેલ રોકડા રૂપીયા કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) પ્રવિણ ઉર્ફે માસ ભીખાભાઈ વાઘેલા ઉ.૩૨ રહે.કાંગશીયાળી તા.લોધીકા જી.રાજકોટ (૨) કૃપાલ ભનુભાઈ જાદવ ઉ.૨૫ રહે.વિશ્વ સીટી એપાર્ટમેન્ટ શાપર (વેરાવળ) જી.રાજકોટ મુળ-રામપરા તા.ગઢડા, જી.બોટાદ. વોન્ટેડ આરોપીઓ (૧) પ્રકાશ ઉર્ફે પકો (૨) નિશાંત ઉર્ફે મુનો (3) સાગર, મારૂતી ઈકો કાર રજી.નં.GJ-03-NF-4825 કિ.રૂ.૩,૦૦,૦૦૦ રોકડા રૂ.૮૦૦૦ આ કામના આરોપીઓ શાપર થી રોજ વહેલી સવારે ઇક્કો કાર લઇ અલગ-અલગ જીલ્લા રાજકોટ, અમરેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર આમ રોજ આશરે ૩૦૦-૪૦૦ કિ.મી ફરી અલગ-અલગ પેસેન્જરને ટાર્ગેટ કરી પેસેન્જરને ગાડીમાં બેસાડી ધક્કા-મુક્કી કરી તેઓની નજર ચુકવી પૈસા શેરવી લઇ થોડા આગળ જઇ પેસેન્જરને ઉતારી ગુન્હો કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image