દામનગર માં GJEPC અને ડાયમંડ એશો દ્વારા રત્નકલાકારો માટે વાર્ષિક ફ્રી આરોગ્ય કવચ અને ઓળખકાર્ડ સેવા નો પ્રારંભ થશે
દામનગર ડાયમંડ એસોસીએશન ટ્રસ્ટ ની રત્ન કલાકાર માટે આરોગ્ય કવચ નો લાભ મેળવવા અને ઓળખ કાર્ડ સેવા નો દામનગર માં પ્રારંભ થશે
જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા રત્ન અને આભૂષણ ઉદ્યોગના કારીગરો સામાજિક સુરક્ષા અને વ્યાવસાયિક ઓળખ સુનિશ્ચિત કરવા પરિચય કાર્ડ ની પહેલ શરૂ કરવામાં આવેલ એવા કારીગરો માટે ઓળખ પ્રક્રિયા રજૂ કરવાનો એક અગ્રણી પ્રયાસ છે જે હજુ સુધી કોઈપણ ના દ્વારા આવરી લેવામાં આવ્યા નથી. તેનો ઉદ્દેશ્ય વિવિધ GJEPC યોજનાઓ દ્વારા કારીગરો ને લાભો પ્રાપ્ત થઈ શકે તેવી સુવિધા આપવાનો છે તેને રાજ્ય અને કેન્દ્ર સરકારના અન્ય યોજના સંકલિત કરવાનો છે થાય કાર્ડનો ઉદ્દેશ્ય ૧ ભારતમાં રત્ન અને આભૂષણ ઉદ્યોગમાં વાર્ષિક વૃદ્ધિ સાથે અંદાજિત પાંચ મિલિયનથી વધુ કર્મચારીઓ કાર્યરત છે આ સમુદાયમાં કામની અસંગઠિત પ્રકૃતિ કામદારો માટે નોંધપાત્ર પડકારો રજૂ કરે છે આ મુદ્દાઓને સંબોધવા અને સમગ્ર ઉદ્યોગને લાભ આપવા માટે, GJEPC એ પરિચય કાર્ડ ની પહેલ શરૂ કરી છે ૨.પરિચય કાર્ડનો ઉદ્દેશ રત્ન અને આભૂષણ ઉદ્યોગના કારીગરોનો એક વ્યાપક ચકાસાયેલ ડેટાબેઝ બનાવવાનો છે જેથી તેમને વધુ સારી નોકરીની તકો મળી શકે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાકીય સહાય મેળવવામાં મદદ મળી શકે. મુફ્ત સબસિડી વાળા આરોગ્ય વીમા યોજના દ્વારા વધુ સારી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડી શકાય.આ સાથે પરિચય કાર્ડમાં દરેક કારીગરોને એક યુનિક નંબર આપવામાં આવેલ હોય છે જે તેમના આ ઉદ્યોગ માં રોજગાર અને ઓળખનો માન્ય પુરાવો છે અને જેમના થકી તેઓ વિવિધ પહેલો અને લાભો માટે પણ પાત્ર બની શકે.JEPC પરિચય કાર્ડ વિશેષતા ઓ ડિજિટલ પરિચય કાર્ડ સમગ્ર ભારત માટે ઉપલબ્ધ પેપરલેસ નોંધણી પ્રક્રિયા ઝડપી અને સરળ રજિસ્ટ્રેશન કૌશલ્ય મેપિંગ ૧૦ વર્ષની માન્યતા આરોગ્ય વીમા પોલિસી લાભ બધા પરિચય કાર્ડ ધારકોને ૩૫.૦૦૦ /- રૂપિયા સુધીની આરોગ્ય વીમા કવરેજની એક વખતની પોલિસી સંપૂર્ણપણે મફત મળશે આ વીમા પૉલિસી માટેનો પ્રીમિયમ ખાસ તૈયાર કરાયેલા “આરોગ્ય કોષ" નામના CSR ફંડ દ્વારા પૂરું પાડવામાં આવશે. જેમ નીચે દર્શાવેલ લાભો આવરી લેવાયેલા છે પહેલેથી રહેલી બીમારીઓ આવરી લેવાયેલ છે પોલિસી લીધા બાદ ૧ વર્ષ રાહ જોવાનો નિયમ રદ્દ કરવામાં આવ્યો છે ૩૦ દિવસની રાહ જવાનો સમયગાળો રદ કરવામાં આવ્યો છે ૩૦ દિવસ પૂર્વ અને ૬૦ દિવસ બાદની હોસ્પિટલાઇઝેશન કવર કરવામાં આવ્યું છે એમ્બ્યુલન્સ ચાર્જો એક ઘટનાપર રૂ. ૧.૦૦૦/- સુધી કવર છે આંતરિક જન્મજાત બીમારીઓ કવર કરવામાં આવી છે ડોમિસિલિઅરી હોસ્પિટલાઇઝેશન કવર છે આધુનિક સારવાર પદ્ધતિઓ અને ટેક્નોલોજી આધારીત સારવાર કવર કરવામાં આવી છે GJEPC પરિચય કાર્ડ માટે કોણ અરજી કરી શકે કોઈપણ રજિસ્ટર્ડ જેન્સ એન્ડ જવેલરી એસોસિએશન કોઈપણ GJEPC સભ્ય કંપની કારખાનેદાર દાર કારીગરો આનો લાભ સરળતા થી મેળવી શકશે તેમ દામનગર ડાયમંડ એશો ના પ્રફુલભાઈ નારોલા વિનુભાઈ સતાણી મુકેશભાઈડોંડા અલ્પેશભાઈ સોનાણી વિપુલભાઈ નારોલા કાંતિભાઈ કળથીયા કરમશીભાઈ કાસોદરિયા પ્રકાશભાઈ તજા ભાવેશ સતાણી અશોકભાઈ મુલાણી હરેશ ભાણો મનીષભાઈ નવાગામ તુલસીભાઈ ધ્રુફણીયા હર્ષદભાઈ ધસડીયા ધમેન્દ્ર જાડેજા સતિષગિરી ગોસ્વામી સહિત અસંખ્ય કારખાનેદારો એ તાજેતર માં મળેલ બેઠક માં વિસ્તૃત માહિતી આપી હતી આ ઓળખ કાર્ડ માટે કોઈ ખર્ચ કરવાનો નથી ઓન લાઇન આ સેવા ઉપલબ્ધ થશે દરેક રત્નકલાકારો એ આ યોજના નો લાભ મેળવવા અનુરોધ કરાયો છે દર વર્ષ ના ૩૫ હજાર ની આરોગ્ય સેવા સંપૂર્ણ મફત રત્નકલાકાર પરિવાર ને મળવાપાત્ર બનશે તેમ પ્રફુલભાઈ નારોલા ની યાદી માં જણાવ્યું છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
