ભાભર મામલતદારે લીલાં લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું.. - At This Time

ભાભર મામલતદારે લીલાં લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું..


બનાસકાંઠા જિલ્લા સહિત ભાભર પંથકમાં લીલાં વૃક્ષો નું નિકંદન થઈ રહ્યું છે જેના કારણે ગરમીનો પ્રકોપ પણ વધી જવા પામ્યો છે જવાબદાર તંત્ર જાંણે ઘોર નિદ્રામાં સુતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ભાભર મામલતદાર આર.એમ.ચૌધરી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભાભર રેલવે સ્ટેશન જવાના થરા ત્રણ રસ્તા સર્કલ પાસે થી લીલાં લીમડા ભરેલ ઝડપ્યું હતું. ટ્રેક્ટર ડ્રાઇવર ઠાકોર દિનાજી ધારસીજીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે આ લીલા લાકડાં ટ્રેક્ટર ભાભર તાલુકાના ઉંડાઇ ગામેથી ખેડૂતના ખેતરમાંથી ભરીને સો મીલ માં લઇ જઇએ છીએ જેથી ભાભર મામલતદારે લાકડા ભરેલ ટ્રેક્ટર ડીટેઇન કરી જરૂરી પુરાવા રજૂ કરવા મુદત આપીને ટ્રેકટર ને ભાભર પોલીસ મથકે સુપ્રત કરવામાં આવેલ. આમ ભાભર મામલતદાર દ્વારા લીલા લાકડાં ભરેલ ટ્રેક્ટર ઝડપી પડતાં વૃક્ષ છેદન કરતા ઇસમો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો..


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.