“લાઈફ ઈઝ પ્રેસિયસ, ટેઈક કેર ડ્રાઈવ કેરફ્લી” માર્ગ સલામતી સપ્તાહ (જિંદગી કિંમતી છે, કાળજી રાખજો સાવધાની થી હંકારજો)
“લાઈફ ઈઝ પ્રેસિયસ, ટેઈક કેર ડ્રાઈવ કેરફ્લી”
(જિંદગી કિંમતી છે, કાળજી રાખજો સાવધાની થી હંકારજો) નો સંદેશ આપવા ૧૧ થી ૧૭ જાન્યુઆરી, દરમિયાન “માર્ગ સલામતી સપ્તાહ" ઊજવાય છે
ચેતતા નર સદા સુખી વધતા જતા માર્ગ અકસ્માતો નિવારવા જનજાગૃતિ માટે ઘણું લખાય છે બતાવાય છે છતાં વધતા જતા માર્ગ અકસ્માતો માટે પ્રમુખ કારણો બિલાડી ના ટોપ જેમ ખાનગી એજન્ટ પ્રથા બિન કાર્યશ્રમ પ્રશિક્ષણ વર્ગ તાલીમ વગર ની વ્યવસ્થા લાયસન્સ પદ્ધતિ ઓ વાહન ચાલકો ને માર્ગ સંકેતો નું અધકચરુ અલ્પ જ્ઞાન ગતિ મર્યાદા ઓવર લોડીગ નશા યુક્ત પદાર્થ નું સેવન કરી વાહન ચલાલવું રસ્તા ઉપર વધતા દબાણો રાખતા પશુ જેવા અનેકો કારણો અકસ્માતો નું કારણ બને છે ઓટો એન્જીર્યરીગ ક્ષેત્રે અકલ્પનિય શોધ ઝડપી અને ગતિ શીલ વાહનો તેની અમર્યાદિત હોર્સ પાવર ની તાકાત પણ ઘણી વખત કન્ટ્રોલ નહિ થવા થી ભયાનક અકસ્માત નોતરે છે ભૌતિક સુખ સુવિધા અને ટેક્નોસેવી શોધે દુનિયા ને અનેક રીતે ઝડપ થી નજીક લાવી રહ્યું છે તેમાં વાહનો નો ફાળો અગ્ર છે હવે સ્કૂટર/મોટર સાયકલો લાખો નો આંકડો નહિ કરોડો ને વટાવી રહી છે રાજ્યમાં સૌથી વધુ વાહનો અમદાવાદ સુરત વડોદરા જેવા મહાનગરો માં અધધ કહી શકાય એટલો બધો વધી રહ્યો છે રાજ્ય ના ધોરી માર્ગો કે સેન્ટર કે પંચાયત ના માર્ગો ની નબળી ગુણવત્તા યોગ્ય સમય મર્યાદા ઓમાં સમારકામ નો અભાવ જેવા અસંખ્ય કારણો હોય છે માર્ગ અકસ્માતો માં મોત અને લાખો થી વધુ લોકો નાની-મોટી ઈજાનો શિકાર બન્યા કરે રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ નું પ્રમાણ એક હજારે ૧૩ થી વધુ રહેવા પામ્યું છે અને ઈજાગ્રસ્તોનું ૬૮ થી રહેવા પામ્યું છે જે માર્ગ સલામતી અંગે લેવાયેલ પગલાં અને જનજાગૃતિના કારણે ૧૯૯૬ ના અનુક્રમે ૧૬ અને ૧૦૩ના દરથી ઘટાડો સૂચવે આ આંકડા ત્રણ દાયકા પહેલાં ના છે અત્યારે આ સંખ્યા અનેક ગણી વધી ગઈ છે માર્ગ સલામતી માટે રાહદારીઓ માટે ટિપ્પણીઓ તમારી જમણી તરફ જુઓ પછી તમારી ડાબી તરફ જુઓ અને ફરીથી તમારી જમણી તરફ જુઓ, જો વાહનની અવરજવર ન હોય તો માર્ગ ઝડપથી ઓળંગો.માર્ગ ઝીબ્રા ક્રોસિંગ, સબ વે ફૂટબ્રિજ વગેરે જેવાં પસંદગીપાત્ર સલામત સ્થળો એથી ઓળંગો માર્ગ ઓળંગતી વખતે ટ્રાફિક જુઓ તથા અવાજ સાંભળો.જ્યાં ફૂટપાથ હોય ત્યાં તેનો જ ઉપયોગ કરો અને જ્યાં ન હોય ત્યાં આવી રહેલા ટ્રાફિક તરફ મુખ રાખીને માર્ગ ઉપર ચાલો શું તમે જાણો છો ?મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ મુજબ દરેક રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરની ફરજ છે કે કોઈપણ કાયદેસર કાર્યવાહી માટે વિલંબ કર્યા વગર ઘાયલ વ્યક્તિની તત્કાળ દવા કરવી જોઈએ તથા દાક્તરી સારવાર અથવા સામગ્રી પુરી પાડવી જોઈએ આટલું કરો અને જીવન બચાવો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા ઓમાંથી લગભગ ૫૦ ટકાના જીવન જો તે અથવા તેણીનીને તત્કાળ દાક્તરી ચિકિત્સા પૂરી પાડવામાં આવે તો બચાવી શકાય છે ડૉક્ટરો - ધ્યાન આપો માર્ગ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવી ડૉક્ટરોની ફરજ છે અને તે પછી કાયદાનો અમલ બજવણી કરતી એજન્સીઓને તે સોંપવા આવા કિસ્સાઓ તત્કાળ હાથ ધરવામાં ડૉક્ટરોને કોઈ જ કાયદાકીય અડચણ નથી હંમેશાં યાદ રાખો કે અકસ્માત બન્યા પછીની દરેક સેકન્ડ ભોગ બનનારને બચાવવા માટે કિંમતી છે જો ફક્ત દાક્તરી સારવાર તત્કાળ આપવામાં આવે પણ અકસ્માતોમાં ઘણી બધી સંખ્યામાં જિંદગીઓ બચાવી શકાય છે દાક્તરી વ્યવસાયના નીતિશાસ્ત્રમાં આ પણ જણાવવામાં આવેલું છે.પ્રજા ધ્યાન આપે
તાત્કાલિક સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સો ફાયર બ્રિગેડ્સ કે પોલીસના વાહનોને હંમેશાં માર્ગ આપો. શક્ય છે કે તેઓ તમારા કોઈ પ્રિયજનને મદદ કરવા તમારી સંપત્તિ બચાવવા જઈ રહ્યા હોય આ બાબતે પ્રજા પાસેથી મોટી મદદ મળી રહે તેવી આશા રાખવામાં આવે છે તથા ફરજ પરના પોલીસમેન પણ તેમના તત્કાળ માર્ગ માટે નિશ્ચિત હોવા જોઈએ.
ટ્રાફિકના કયા ગુનાના ભંગ બદલ કેટલો દંડ થઈ શકે છે ?મોટરવાહન અધિનિયમના ભંગ બદલ વિવિધ પ્રકારના ગુના માટે જુદો જુદો દંડ વાહનચાલક પાસેથી વસૂલ કરાતો હોય છે. ખરેખર કયા પ્રકારના ગુના બદલ પોલીસ તથા આરટીઓ કેટલો દંડ વસૂલી શકે છે ? વાહનમાં અન્ય ખામીઓ બદલ શોધી શોધીને વધારાનો દંડ પણ જે તે અધિકારી કે ટ્રાફિક પોલીસ ઇચ્છે તે પ્રમાણે કરી શકે છે ડ્રાઇવીંગ લાયસન્સ વિના વાહન ચલાવવા આપવું નહીં. જે ગુનો બને છે મોટર વ્હીકલ ભંગ કરનાર દંડાત્મક ને પાત્ર થશે વધુ પડતી ઝડપે વાહન ચલાવશો નહીં ભંગ કરનાર દંડને પાત્ર થશે લોકો ના જીવન જોખમ મુકાય તે રીતે વાહન ચલાવશો નહીં ભંગ કરનાર દંડને પાત્ર થશે બ્રેકમાં ખામી હોય ત્યારે વાહન ચલાવશો નહીં.ભંગ કરનાર દંડને પાત્ર થશે.
વાહનના આગળ-પાછળ વીન્ડર સ્ક્રીન ઉપર તેમજ દરવાજાના કાચ ઉપર ડાર્ક ફિલ્મ લગાડશો નહીં ભંગ કરનાર દંડને પાત્ર થશે વાહનોની પાછળ રેડીયમ પટ્ટી કે રીફ્લેક્ટર લગાડશો નહિ ભંગ કરનાર દંડને પાત્ર થશે વાહનોની આગળ કે પાછળ વધારાની કોઈ લાઈટ ફીટ ન કરાવશો દંડને પાત્ર થશે વાહનોની જમણી બાજુની હેડલાઇટની જમણી તરફના ત્રીજા ભાગે પીળો કલર કરવો ભંગ કરનાર દંડને પાત્ર થશે નિર્ધારિત કરતાં વધારે ધુમાડો કાઢતાં વાહનો ચલાવશો નહીં ભંગ કરનાર દંડને પાત્ર થશે મલ્ટીટોન હોર્નનો ઉપયોગ વાહનમાં કરશો નહીં ભંગ કરનાર દંડને પાત્ર થશે વાહન વ્યવહારની મુક્ત અવરજવરમાં અવરોધ થાય તે રીતે જાહેર જગ્યાએ વાહન ઊભું રાખશો નહીં ભંગ કરનાર દંડને પાત્ર થશે ટ્રાફિક નિશાનીઓ તથા પોલીસ દ્વારા આપેલ સિગ્નલનો ભંગ કરશો નહીં ભંગ કરનાર દંડને પાત્ર થશે વાહનના દસ્તાવેજો અને ડ્રાઇવીંગ લાયસન્સ હંમેશાં સાથે રાખો ભંગ કરનાર દંડને પાત્ર થશે ફરજિયાત હેલ્મેટ જેવી અનેકો અનેક નીતિ નિયમો કાયદા આચારસંહિતા કોના માટે છે ? આપણા માટે આપણા પરિવાર માટે ને ? જિંદગી કિંમતી છે, કાળજી રાખજો સાવધાની થી હંકારજો નો સુંદર સંદેશ અનુચરો જીવો અને જીવવા દો
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.