લખતર સત્ય પ્રેમ કરુણા ગ્રુપ ગૌ સેવા એજ પ્રભુ સેવા ગ્રુપની સરાહનીય કામગીરી - At This Time

લખતર સત્ય પ્રેમ કરુણા ગ્રુપ ગૌ સેવા એજ પ્રભુ સેવા ગ્રુપની સરાહનીય કામગીરી


લખતર સત્ય પ્રેમ કરુણા ગ્રુપ ગૌ સેવા એજ પ્રભુ સેવા ગ્રુપની સરાહનીય કામગીરી ધોમધખતા ઉનાળાના કારણે રાત્રીના સમયે અબોલ પશુઓને ગરમીમાં ઠંડક આપતા તડબૂચ જમવા માટે પીરસ્યાલખતર ગામના બે સેવાભાવી ગ્રુપના સદસ્યો છે ઘણા વર્ષોથી સરાહનીય કામગીરી કરી રહ્યા છે તેમાનું સત્ય પ્રેમ કરુણા ગ્રૂપ બટુક ભોજન જરૂરિયાત મંદને રાશન કીટ લખતર ગામમાં અવારનવાર નિરાધારને ભોજન વૃધ્ધાશ્રમમાં અંધાશ્રમ સંસ્થામાં ભોજન કરાવવા સહિત નિરાધારને મદદ કરવામાં આવે છે સાથે લખતરના ગૌસેવા એજ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા ઘાયલ કોઈપણ અબોલ પશુને તેમના દ્વારા બનાવવામાં આવેલ જગ્યામાં લઈ જઈ તેની દવા કરાવવી ઓપરેશન કરાવવા સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરે છે ગત શિયાળામાં બન્ને ગ્રુપ દ્વારા અબોલ પશુ અકસ્માતથી બચે તેમાટે તેમને રેડિયમ બેલ્ટ બાંધ્યા હતા ત્યારે હાલ અતિશય ગરમી પડી રહી છે તેને ધ્યાનમાં લઈ સત્ય પ્રેમ કરુણા ગ્રુપ અને ગૌસેવા એજ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા અબોલ પશુ માટે મીની ટ્રક ભરી તડબૂચ લઈ આવ્યા હતા આ તડબૂચ અબોલ પશુ ખાઈ શકે તેમાટે તેના કટકા કરી સમગ્ર ગામમાં મીની ટ્રક સાથે ફરી અબોલ પશુઓને ગોતી તેમને ઠંડક મળે તેમાટે તડબૂચ ખવડાવી બન્ને ગ્રુપના સદસ્યોએ ધન્યતા અનુભવવા સાથે એક સારું કામ કર્યાની લાગણી અનુભવી હતી

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.