જુલાઇમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ૧૩.૯૩ ટકા પાંચ મહિનાની નીચલી સપાટી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દર ઘટતા સરકાર
અને રિઝર્વ બેન્કે રાહતનો શ્વાસ લીધો છે. જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને ૧૩.૯૩ ટકાના સ્તરે
આવ્યો છે જે છેલ્લા પાંચ મહિનાનો જથ્થાબંધ
ફુગાવાનો સૌથી નીચો દર છે. જો કે સતત
૧૬માં મહિને જથ્થાબંધ ફુગાવા ડબલ ડિજીટમાં રહેતા ચિંતા યથાવત રહી છે. આ અગાઉ રીટેલ
ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. જુલાઇમાં રીટેલ ફુગાવો ઘટીને ૬.૭૧ ટકા
નોંધવામાં આવ્યો હતો.જૂનમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે જથ્થાબંધ મોંઘવારી
દર ૧૫.૧૮ ટકા નોંધાયો હતો. આ સાથે જ કોર ફુગાવાનો દર જૂનના ૯.૨ ટકાથી ઘટીને જુલાઈ
માટે ૮.૩ ટકા થયો છે. ગયા વર્ષે જુલાઇમાં જથ્થાબંધ ફુગાવો ૧૧.૫૭ ટકા હતો. ચાલુ
વર્ષે ફેબુ્રઆરીમાં જથ્થાબંધ ફુગાવો ૧૩.૪૩ ટકા હતો. જથ્થાબંધ ફુગાવો મેમાં ૧૫.૮૮
ટકા અને જૂનમાં ૧૫.૧૮ ટકા હતો. ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીએ માઝા મુકી હતી. જોકે સફાળે
જાગેલ વૈશ્વિક મધ્યસ્થ બેંકોએ આર્થિક વિકાસના ભોગે દેશમાં મોંઘવારીને કાબૂમાં લેવા
માટે વ્યાજદરમાં ઐતિહાસિક વધારો કર્યા છે. અમેરિકા, બ્રિટન,
ભારત સહિતના દેશોએ વ્યાજદરમાં વધારો કરતા હવે મોંઘવારી મહદઅંશે કાબૂમાં આવી
રહી છે.માસિક ધોરણે જુલાઇમાં જથ્થાબંધ ખાદ્યપદાર્થોનો ફુગાવો જૂનના
૧૨.૪૧ ટકાથી ઘટીને ૯.૪૧ ટકા થયો છે. તે જ સમયે પ્રાઈમરી આર્ટિકલ્સનો જથ્થાબંધ
ફુગાવો જૂનના ૧૯.૨૨ ટકાથી ઘટીને ૧૫.૦૪ ટકા પર આવી ગયો છે.આ સિવાય જુલાઇમાં ઇંધણ અને વિજળીમાં મોંઘવારી દર ૪૦.૩૮
ટકાથી ઘટીને ૪૩.૭૫ ટકા થયો છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ
મોંઘવારી દર જૂનમાં ૯.૧૯ ટકાથી ઘટીને ૮.૧૬ ટકા પર આવી ગયો છે.જુલાઈ ૨૦૨૨માં શાકભાજીનો જથ્થાબંધ મોંઘવારી દર ૧૮.૨૫ ટકા
થયો છે, જે
જૂનમાં ૫૬.૭૫ ટકા હતો. તે જ સમયે ઇંડા અને માંસનો જથ્થાબંધ ફુગાવો જૂનના ૭.૨૪
ટકાથી ઘટીને ૫.૫૫ ટકા અને ડુંગળીનો ફુગાવો જૂનના -૩૧.૫૪ ટકાની સામે -૨૫.૯૩ ટકા તથા
બટાટામાં જથ્થાબંધ ભાવ વધારો ૩૯.૩૮ ટકાથી વધીને ૫૩.૫૦ ટકા થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.