"બરવાળા તાલુકાની શ્રી ચાચરીયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક ફેશન શો" - At This Time

“બરવાળા તાલુકાની શ્રી ચાચરીયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક ફેશન શો”


"બરવાળા તાલુકાની શ્રી ચાચરીયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક ફેશન શો"

સતત ઈનોવેટિવ અને નાવિન્યપૂર્ણ પ્રયોગો થકી સંસ્કાર, મૂલ્યો અને સંસ્કૃતિ સંવર્ધનના સંદેશા સાથે ઉત્તમ શિક્ષણથી ધબકતી શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામાં "આપણી સંસ્કૃતિ આપણો વૈભવ વારસો સાડી પરિધાન અને સાંસ્કૃતિક ફેશન શો" નું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આગોતરા સુંદર આયોજન સાથે યોજાયેલો આ સંસ્કૃતિ સભર ઉપક્રમમાં આખી શાળાની ધો -1 થી 8 ની તમામ દીકરીઓ એવી અદભૂત રીતે સાડીમાં સજ્જ બની આવી કે સૌની આંખો આ શક્તિ સ્વરૂપા લાડકડીઓને જોતી રહી ગઈ. અવનવી શણગારની રીતો, મેક અપ, ઘરેણાંથી શણગાર સજેલી દીકરીઓ જગદંબાનું સાકારીત સ્વરુપ લાગતી દીકરીઓ થકી શાળાનું ભાવાવરણ એવું તો પુલકિત બન્યું કે સૌના હ્દય થનગની ઉઠ્યાં. આપણી સંસ્કૃતિ આપણો પોશાક એક આગવી મર્યાદા, સંસ્કાર અને સભ્યતાનું દર્શન કરાવી જાય છે. ત્યારે આવો આગવો ઈનોવેટિવ પ્રયોગ ખરા અર્થમાં મૂલ્ય શિક્ષણનું ઝરણું વહાવી ગયો.

શાળાની બધીજ દીકરીઓએ તો અનેરો અજવાસ ફેલાવ્યો પણ સાથોસાથ સાંસ્કૃતિક ફેશન શોમાં તમામ ભાઈઓ નવા નવા ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ બની સૌને અચંબિત કરી દિધા. નવા કપડાં, શેરવાની, કોટ પેન્ટ, કોટી, ચશ્મા, ઘડીયાળ, માથે સાફાથી શોભતા ભૂલકાંઓએ સૌના દીલ જીતી લીધા. ખરેખર આજ સાચું શિક્ષણ છે જે બાળકોને આનંદની અનુભૂતિ કરાવે.
ત્રણ રાઉન્ડમાં ચાલેલા આ સાડી પરિધાન અને ફેશન શો માં શાળાના આઠ શિક્ષકોને બેસ્ટ થ્રી અને ટોપ ફાઈવ સિલેક્ટ કરતાં ખરેખર ખૂબ મુશ્કેલી પડી એવો આ ઉપક્રમ જામેલો. અંતે એકથી ત્રણ નંબર બહેનોના અને એકથી ત્રણ નંબર ભાઈઓના એમ સિલેક્ટ કર્યા અને સૌને બે હજાર સુધીના રોકડ પુરસ્કાર આપ્યાં અને શાળાની પ્રથમ નંબર મેળવેલ દીકરી લીંબડિયા હર્ષિતાને શાળાના શિક્ષિકા બહેનો દ્વારા તાજ પહેરાવી રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરી. તો બેસ્ટ વિધાર્થી ધાધલ રધુવીરને પણ હાર અને રોકડ રકમ સાથે સન્માનિત કરવામાં આવ્યો. આ સાથે બેસ્ટ ટેનને અલગથી નક્કી કરી સૌને રાજી કરવામાં આવ્યાં. અદભૂત અને અવિસ્મરણીય ક્ષણો થકી સૌ ભુલકાઓ અને શાળા પરિવારે ધન્યતા અનુભવી.

ખરેખર આવી પ્રવૃત્તિ થકી શાળા પરિવારનો સ્નેહ તો વધે સાથે બધા બાળકોને શાળા પ્રત્યેનો આદર વધુ વધી જાય છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ સાથે વિસરાતી ભવ્ય ભારતિયસંસ્કૃતિ, અને સભ્યતાના દર્શન સાથે ઉત્તમ રીતે મૂલ્ય શિક્ષણનું
ઈન્ડીકેટર સાર્થક થયું.

શાળાના ઈનોવેટિવ શિક્ષક પ્રવીણભાઈએ જણાવ્યું કે ભારતિય સભ્યતા, અને કલ્ચર એટલું મહાન હતું કે વિશ્વના દેશોને કપડાં કેમ પહેરવા એની ખબર નહોતી ત્યારે મારા દેશના ઋષીઓ સભ્ય જીવન અને સંસ્કારી ભારતની યુનિવર્સિટીઓ ચલાવતાં. ગૌરવ છે મને મારા દેશની ભવ્ય સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારને. આવા પ્રેરક પ્રયોગો દરેક શાળામાં થવા જોઈએ.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.