બરવાળા પોલીસ દ્વારા નવા કાયદા અંગે જન જાગૃતિ શિબિર નું આયોજન હાથ ધરાયું - At This Time

બરવાળા પોલીસ દ્વારા નવા કાયદા અંગે જન જાગૃતિ શિબિર નું આયોજન હાથ ધરાયું


બરવાળા વકીલ મંડળ ના પ્રમુખ દ્વારા નવા કાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું

સમગ્ર દેશ માં ૧ લી જુલાઈ થી ભારતીય ન્યાય સંહિતા. ભારતીય નાગરિક સુરક્ષા સહિતા. અને ભારતીય રાજ્ય અધિનિયમ આ ત્રણ કાયદા નો અમલ લાગુ કરી દેવામાં આવ્યો છે જ્યારે બ્રિટીસ સમય ના ત્રણ કાયદા આઈ .પી.સી..સી.આર.પી.સી..અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ નો આની દેવાયો છે જુના કાયદા ઓ ના નામ સહિત ના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશ ના પોલીસ સ્ટેશનો અને કોર્ટ સહિત ની તમામ કચેરી ઓ માં તેનો અમલ શરૂ કરવાનું શરૂ થઈ ગયું છે અને આ નવા કાયદા થી ઝડપથી ન્યાય મળશે .ઓનલાઇન પોલીસ ફરિયાદ .જીરો એફ.આઈ.આર. .ગંભીર ગુન્હા ના સ્થળની વીડિયો ગ્રાફી.સહિત્ ના ફેરફારો કરવામાં આવ્યા છે આ નવા કાયદા ના અમલ અંગે બોટાદ જિલ્લા પોલીસ ના માર્ગદર્શન નીચે બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા નવા ત્રણ કાયદા વિસે જન જાગૃતિ લાવવા અને લોકોને નવા કાયદા અંગે સમજણ આપવા ,,"જાગૃતિ અભિયાન કાર્યક્રમ " નું બરવાળા ખાતે કમલમ હોલ માં આયોજન હાથ ધરવા માં આવેલ આ પ્રસંગે બરવાળા બાર એસોસિયન ના પ્રમુખ શ્રી કમલેશભાઈ રાઠોડ .દ્વારા નવા ત્રણ કાયદા અગે સમજ આપી હતી.આ પ્રસંગે બરવાળા પી .એસ.આઈ. એસ.જી. સરવૈયા, એ પણ નવા કાયદા અગે સમજ આપી ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો આ પ્રસંગે બરવાળા નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ચાવડા .શહેર ના ભાજપ કોંગ્રેસ્ આગેવાનો નગરપાલિકા ના સભ્યો તથા પોલીસ સટાફ ના તમામ લોકો તેમજ વેપારીઓ હાજર રહ્યા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.