નિર્મલા રોડ પરથી આઈડી વડે જુગાર રમતા ઝડપાયો - At This Time

નિર્મલા રોડ પરથી આઈડી વડે જુગાર રમતા ઝડપાયો


નિર્મલા રોડ પરથી આઈડી વડે ક્રિકેટ સટ્ટો રમતાં જામનગરના ચીરાગ વેગડાને ગાંધીગ્રામ પોલીસની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી. આરોપીના મોબાઈલમાંથી મળેલ ઓલપેનલ આઈડી ધારક બુકીની શોધખોળ આદરી હતી.
દરોડાની વિગત મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ મેઘાણીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના કોન્સ્ટેબલ મુકેશ સબાડ, પ્રદિપ ડાંગર તથા રોહીતદાન ગઢવીને નિર્મળા મેઈન રોડ પર આવેલ A to Z પાન સામે એક શખ્સ મોબાઇલ ફોનમાં આઇ.ડી. દ્રારા સેશન, રનફેર, ઓવર તથા મેચના પરીણામ ઉપર રૂપીયાની હારજીતના સોદાઓ કરી જુગાર રમાડે છે .
તેવી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આરોપીની અટક કરી તેનું નામ પૂછતાં પોતાનું નામ ચીરાગ ઉર્ફે મહાદેવ અનીલ વેગડા (ઉ.વ.30),(રહે. જામનગર માધવ પાર્ક શેરી નં.05, કનસુમરા બાયપાસ) હોવાનું જણાવ્યું હતું.
આરોપી પાસે રહેલ મોબાઈલ ફોન જોતા તેમાં ગુગલ ક્રોમ ખોલતા તેમાં ઓલ પેનલ 777 નામની એપ્લીકેશનમાં જુગાર રમતો હોવાનું સામે આવતાં તેમાં ખોલી એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા ગઈકાલે હાલમાં ચાલતી ચેમ્પિયન ટ્રોફીની સાઉથ આફીકા તથા અફઘાનીસ્થાન વચ્ચેની ક્રિકેટ મેંચમાં ઓનલાઇન સોદાઓ નાખી ક્રિકેટનો સટ્ટોનો જુગાર રમેલ હોવાનું ખુલ્યું હતું. પોલીસે મોબાઈલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસે રહેલ આઈડી ક્યાં બુકી પાસેથી મેળવી તે અંગે પૂછપરછ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image