વિષય= થાનના પાણી ભરવાનાં માટલા સમગ્ર ગુજરાતમાં વખણાય છે
*થાનના પાણી ભરવાના માટલાની માંગ ગરમીની સીઝનમાં ખૂબ વધુ રહે છે*
*આ વિસ્તારમાં 150 થી 200 જેટલા પાણીના માટલા બનાવવાના ગૃહ ઉદ્યોગ ચાલે છે*
*ગુજરાત નાં અનેક જિલ્લાઓ અને તાલુકાઓ માંથી થાન માં પાણી માટેના માટલા લેવા લોકો આવે છે*
*દેશી માટલાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને તંદુરસ્તી ખૂબ જ વધે છે*
*પાણી ભરવાના માટેના માટલા બનાવવા તેમજ તેંના પર વિવિધ ડિઝાઇન કરીને લોકો રોજગારી મેળવી રહ્યા છે અને મહિલાઓ ને પણ આર્થિક સહયોગ મળે છે*
*દેશી માટલા નું પાણી ખુબ જ મીઠાસ સ્વરુરૂપ હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે*
*આઠ લીટર દસ લીટર, પંદર લીટર, વીસ લીટરના માટલા બનાવવામાં આવે છે*
*માટલાની કિંમત 80 રૂપિયા થી લઈને 200 સુધીની કિંમત હોય છે*
*માટલા ઉપર અલગ અલગ ડીઝાઇન જોવા મળે છે*
*સ્થાનિક મહિલાઓને રોજગારી ઘર આંગણે મળી રહે છે*
હાલ ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે લોકોને પાણી પીવા માટે ઠંડુ પાણી પીવા માટલાની ખૂબ જ જરૂર હોય છે ત્યારે ગુજરાતના જગવિખ્યાત પાણીના માટલા બનાવત્તુ શહેર એટલે સુરેન્દ્રનગરનું થાન શહેર ..
સુરેન્દ્રનગર જિલ્લાના થાન નાં પાણી નાં માટલા ખુબ જગ પ્રખ્યાત છે ત્યારે આ રંગબેરંગી પાણી નાં માટલાઓ ખરીદવા માટે લોકો.દૂર દૂર થી આવતા હોય છે જ્યારે મોટી સંખ્યામાં પાણી નાં માટલા ગુજરાત ના એનેક જિલ્લાઓ માં અને તાલુકાઓ માં મોકલવા માં.આવે છે...
માટીમાંથી બનાવામાં આવતું પાણી નું માટલું મહિલાઓ ને આર્થિક સહયોગ પૂરો પાડે છે અને મહિલાઓ પાણી નાં માટલાં નું નિર્માણ કાર્ય કરી પોતાના પગભર ઉભા રહેવા માટે પાણી નું માટલું મહિલાઓ ને પગભર બનાવે છે
માટીના માટલાનું પાણી ખૂબ જ મીઠાશ પૂર્વક હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે જ્યારે માટીના માટલા નું પાણી પીવાથી રોગપ્રતિકારકતા શક્તિ પણ વધે છે અને તંદુરસ્ત શરીર રહે છે માટલાના પાણીની મીઠાશ અનેરી હોય છે
હાલના સમયમાં માટી નાં માટલા નું પાણી ઠંડક પૂરી પાડતું હોય છે ક્યારે આ ઉનાળાની સિઝનમાં સુરેન્દ્રનગરના થાનમાં પાણીનું માટલા ની માંગ રહેલી હોય છે ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ તાલુકાઓમાંથી માટલું ખરીદી કરવા દૂર દૂર સુધી લોકો થાનમાં આ માટીના બનાવવામાં આવેલું રંગબેરંગી માટલું ખરીદી કર્યુ ઉનાળામાં શરીર માં ઠંડક પુરી પાડે છે. માટીમાંથી બનાવવામાં આવેલું રંગબેરંગી માટલું મહિલાઓને આર્થિક સહયોગ પૂરું પાડતું તેમજ સ્ત્રી શક્તિ સશક્તિકરણ ને બળ પૂરું પાડતું આ માટીમાંથી બનાવવામાં આવેલું પાણી નું માટલું છે.માટીમાંથી બનાવવામાં આવેલું પાણીનું માટલું લોકોને શરીરમાં ઠંડક પૂરી પાડે છે અને પાણીને સ્વાદિષ્ટ બનાવે છે માટે હજુ પણ માટીમાંથી બનાવેલા માટલાની માંગ યથાવત જોવા મળી રહી છે શહેરોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ માટલું હજુ પણ હાલના યુગના ફ્રીજ તેમજ પાણી નાં ઠંડા કુલર સામે ટકી રહ્યું છે અને લોકોના ઘરમાં માટીમાંથી બનાવેલ માટલા શોભા વધારી રહ્યું છે...
રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
