મેજીકબસ ઈન્ડિયા ફાઉન્ડેશન અને નેસ્લે હેલ્થી કિડ્સ પ્રોગ્રામ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ.
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
ભરૂચ જીલ્લા ના નેત્રંગ,વાલીયા અને ઝઘડિયા તાલુકાના વિવિધ ગામડાઓ ખાતે મેજીકબસ ઈન્ડિયા ફાઉન્ડેશન અને નેસ્લે હેલ્થી કિડ્સ પ્રોગ્રામ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નેત્રંગ,વાલીયા અને ઝઘડિયા તાલુકાના વિવિધ ગામડાઓના બાળકો અને વાલીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યવારણ વિશે લાકોમાં જાગૃતી આવે અને પર્યાવરણનું મહત્વ સમજે.તેમજ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી જેમાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ કેવી રીતે બનાવી શકાય,સ્વચ્છતા વિશે સમજાવ્યુ, પાણીનુ મહત્વ વિશે સમજાવ્યુ, રેલી દ્રારા પર્યાવરણ ને બચાવાનાં નારા લગાવ્યા તેમજ ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ બધી વિવિધ પ્રવૃતિઓમાં ગામડાઓના બાળકો, વાલીઓ તેમજ ગામજનોએ ખુબ સારી રીતે ભાગ લીધો હતો. અને અગાઉ પણ લાકો પર્યાવરણનું જતન કરે અને પર્યાવરણનું મહત્વ સમજે તે ઉદ્દેશ્યથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમાં મેજીકબસ ઈન્ડિયા ફાઉન્ડેશન અને નેસ્લે હેલ્થી કિડ્સ પ્રોગ્રામ ના સ્ટાફ દ્રારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.