કલેકટર બાદ જિલ્લા વિકાસ અધિકારીઓ કુરુક્ષેત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે
કલેકટર બાદ જિલ્લા વિકાસ અધિકારીઓ કુરુક્ષેત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે
કલેકટર્સ અને ડી.ડી.ઓ.ની કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતથી ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વધુ વેગવાન બનશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં ૨૦૦ એકરના વિશાળ ફાર્મમાં પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીની સફળતા અને તેના વૈજ્ઞાનિક અભિગમની જાણકારી મેળવવા ગુજરાતના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ આજે કુરુક્ષેત્ર પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આમંત્રણ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અનુરોધથી રાજ્યના કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓની પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત ગોઠવાઈ છે. આ મુલાકાતથી આવનારા બે વર્ષોમાં ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતું રાજ્ય બનાવવાના અભિયાનને વધુ વેગ મળશે.
રિપોર્ટ અસરફ જાંગડ
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.