નેત્રંગના કોશીયાકોલા ગામે વૃધ્ધ મહિલાનું ઘર પડી જતા, ઝઘડિયા તાલુકાના ધારા સભ્ય રીતેશભાઈ વસાવાએ વ્હારે આવી માનવતા મહેકાવી
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોશીયાકોલા ગામે આકસ્મિક રીતે એક મકાન પડી જવાની ઘટના બની હતી જેની જાણ ઝઘડિયા વિધનસભા મતવિસ્તારના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાને થતા વૃધ્ધ મહિલા મકાન મલિકની વ્હારે આવી તેમની મદદે આગળ આવ્યા હતા.
ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાના કોશીયાકોલા ગામે એક મકાન આકસ્મિક રીતે ધરાશાયી થવાની ઘટના બની હતી. સદર મકાનમાં શાંતાબેન વસાવા નામના એક વૃધ્ધ મહિલા એકલાં જ રહે છે. જેઓ ગરીબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એવામાં આ મહિલાનુ મકાન પડી જવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આ બાબતની જાણ ઝઘડિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વૃધ્ધાને પ્રાથમિક ધોરણે રુ. ૧૫૦૦૦ નો ચેક મદદરૂપે આપ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય રીતેશભાઈ વસાવા સાથે નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન, નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિતેશભાઈ પરમાર, અગ્રણીઓ વર્ષાબેન દેશમુખ, મનસુખભાઇ, પ્રકાશભાઈ ગામિત, પરેશભાઈ ભાટીયા, સ્નેહલભાઈ પટેલ, સરલાબેન પટેલ,કરુણાબેન ભાટીયા, સુરેશભાઈ વસાવા, પિયુષભાઈ પટેલ, હરેન્દ્રસિંહ દેશમુખ, જયેશભાઈ વસાવા, દિવ્યાંગભાઈ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છેકે વિધાનસભાની ચુંટણી સમયે ધારાસભ્ય દ્વારા પોતે આપેલ વચન કે પોતાના ધારાસભ્ય તરીકેનો પગાર જરૂરિયાતમંદ લોકોની મદદ માટે વાપરવાની ભાવના વ્યક્ત કરેલ હતી તેના અનુસંધાને ધારાસભ્ય દ્વારા પોતાના વચનનું પાલન કરવામાં આવતા લોકોએ આ સરાહનીય કામગીરીને આવકારી હતી.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.