વઢવાણ પ્રાંત અધિકારી દ્રારા પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે લાલ આંખ કરી - At This Time

વઢવાણ પ્રાંત અધિકારી દ્રારા પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે લાલ આંખ કરી


સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ પ્રાંત અધિકારી દ્રારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં છ ડમ્પરને ઝડપી લીધા હતા જેમાં 2.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આમ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગરકાયદે રીતે થતી ચોરી આમ બની છે જ્યારે જિલ્લામાં ગેરકાયદે આવા ખનીજોનું વહન ડમ્પરોથી ગેરકાયદે કરાય છે જે અકસ્માતનું કારણ પણ બનતા હોય છે ત્યારે વઢવાણ પ્રાંત અધિકારીના નિકુંજકુમાર ધુડા અને અનિરૂદ્ધસિંહ ચાવડા, અનિરૂદ્ધસિંહ નકુમ, પ્રતિપાલસિંહ ડોડીયા, મહાદેવભાઈ નાકીયા, ચેતનભાઈ કણઝરીયા, સહદેવસિંહ રાઠોડ, પવનસિંહ ચાવડા, જયદીપસિંહ રાણા, જયદીપસિંહ ભટ્ટી દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું હાઇવે પર જ્યાં ભારે વાહનો અવર જવર કરતા હોય ત્યાં ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું હતું જ્યાં કોઈ પણ જાતની પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં છ ડમ્પરને ઝડપી પડ્યા હતા જેમાં બ્લેકટ્રેપ ભરેલી હતી આથી 2,70,00,000 મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી કરાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image