લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા દ્વારા અન્ન આરોગ્ય નો અવિરત સેવાયજ્ઞ - At This Time

લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા દ્વારા અન્ન આરોગ્ય નો અવિરત સેવાયજ્ઞ


લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા દ્વારા ચાલતી સેવા પ્રવૃત્તિ દૈનિક ૧૦૦ થી ૧૫૦ જેટલા ૧૦ જેટલા ગ્રામ્ય ના અશક્ત વયોવૃદ્ધ વડીલો સહીત ભૂખ્યા જનો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા ઘેર બેઠા  ટિફિન સેવા સાથે લાલજી દાદા ના વડલે ૧૫૦ થી ૨૦૦  દર્દી સહિત અતિથિ અભ્યાગતો ભુક્ષુકો મળી ને દૈનિક ૩૦૦ થી વધુ ને બપોરે ભર પેટ ભોજન સાથે  દૈનિક ૫૦૦ જેટલા દર્દી નારાયણો ની ઓપીડી ને પીડા મુક્ત કરતું આરોગ્ય ધામ લાઠી તાલુકા ના દુધાળા ગામ ના હાલ સુરત રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા દ્વારા સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા તરીકે પ્રસિદ્ધ આરોગ્ય ધામ દ્વારા દૈનિક વડલા ખાતે ૪૫૦ થી વધુ દર્દી નારાયણો ની ઓપીડી તપાસ સારવાર દવા ઉપરાંત ફરતા દવાખાના દ્વારા સતત રોડ રસ્તા વેરાન વગડા ઓ અંતરયાળ ગામડા ભડિયા ખેતી વાડી વિસ્તારો માં નિષ્ણાંત તબીબો દ્વારા ફરતા દવાખાના ની દૈનિક ૧૦૦ જેટલા દર્દી નારાયણો ની નિરંતર આરોગ્ય સેવા સાથે લાલજી દાદા ના વડલા થી નિરાધાર લાચાર વિકલાંગ ગરીબ અશક્ત વ્યક્તિ ઓને ઘેર બેઠા ૧૫૦ થી વધુ વ્યક્તિ ઓને દસ થી વધુ ગ્રામ્ય માં ટીફૂન પહોચાડવા ની સેવા અતિથિ અભ્યાગત દર્દી ઓ સહિત બપોર ના સમયે આવી પહોંચતા ભિક્ષુકો ને ભોજન દૈનિક ૩૦૦ થી વધુ વ્યક્તિ ઓની અન્નક્ષુધા તૃપ્તિ સાથે ૫૦૦ જેટલા દર્દી નારાયણો ની સંપૂર્ણ નિઃશુલ્ક આરોગ્ય સેવા નો લાભ મેળવી રહ્યા છે સાથો સાથ લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં બાળ કેળવણી કરતી આંગણવાડી કેન્દ્રો માં જરૂરિયાત મુજબ વાસણ ભેટ આપી સુંદર સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે સમયાંતરે આ સેવા યજ્ઞ ની મુલાકાત અને વ્યવસ્થા નિહાળી ખુશી વ્યક્ત કરતા સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ ઉપરાંત સાધુ સંતો ખૂબ પ્રભાવિત થઈ ખુશ ખુશી વ્યક્ત કરી રહ્યા છે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.