ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણીની સમસ્યા, આગ લાગે તો શું વ્યવસ્થા - At This Time

ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણીની સમસ્યા, આગ લાગે તો શું વ્યવસ્થા


હિરાસર એરપોર્ટની દુર્ઘટના મુદ્દે પગલાં લેવા કોંગ્રેસની રજૂઆત

શહેરની ભાગોળે નવનિર્મિત હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પહેલા જ વરસાદે નબળી કામગીરીની પોલ ખોલી નાંખી હતી. ગત રવિવારે હંગામી ધોરણે તૈયાર કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગ પાસેના પિકઅપ અને ડ્રોપ પોઇન્ટ પરનું ભારે વરસાદને કારણે જર્મની ડોમ તૂટી ગયો હતો. હજુ એક વર્ષ પણ પૂરું નથી થયું તે પહેલાં જ 1400 કરોડના ખર્ચે તૈયાર થયેલા એરપોર્ટ પર અસુવિધાઓની ભરમારને કારણે મુસાફરો પરેશાન થઇ રહ્યા છે.

એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીને કારણે લોકો હવે ફરીથી રાજકોટને બદલે અમદાવાદથી હવાઇ મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સંપૂર્ણ એરપોર્ટ તૈયાર થયું ન હોવા છતાં ઉતાવળે ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હોય બીજી વખત જર્મન ડોમ તૂટી ગયાની ઘટના બની છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, રાજદીપસિંહ જાડેજા, ગોપાલભાઇ અનડકટ, મેઘજીભાઇ રાઠોડ સહિતનાઓએ નિદ્રાધીન અને બેદરકાર એરપોર્ટ ઓથોરિટી તંત્રને જગાડવા સોમવારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બહોરાને નબળા બાંધકામ તેમજ બે-બે વખત જર્મન ડોમ તૂટી પડ્યા બાદ ક્યા ક્યા જવાબદારો સામે પગલાં લેવાયા તે અંગે ઉગ્ર રજૂઆત કરી 11 પ્રશ્નનો લેખિતમાં જવાબ આપવા માગણી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.