સ્વસ્થ, સમર્થ, સંકારીત ભારતના ધ્યેય સાથે ભારત વિકાસ પરીષદ અડાજણ શાખાની વાર્ષિક સાધારણ સભા સંપન્ન - At This Time

સ્વસ્થ, સમર્થ, સંકારીત ભારતના ધ્યેય સાથે ભારત વિકાસ પરીષદ અડાજણ શાખાની વાર્ષિક સાધારણ સભા સંપન્ન


*સ્વસ્થ, સમર્થ, સંકારીત ભારતના ધ્યેય સાથે ભારત વિકાસ પરીષદ અડાજણ શાખાની વાર્ષિક સાધારણ સભા સંપન્ન*

*અધ્યક્ષ સ્થાને વિનેશ શાહ, સચિવ તરીકે રવિરંજન સિંહ અને કોષાધ્યક્ષ વિકાસ પારેખે શપથ લીધા*

*સમૃધ્ધ ભારત અને બાળકોમાં સંસ્કારના સિંચનના સંકલ્પ સાથે ભારત વિકાસ પરીષદ અડાજણ શાખાની એજીએમ સંપન્ન થઈ*

ભારત વિકાસ પરિષદ અડાજણ શાખા ની મંગળવાર તારીખ ૧૪ મે ૨૦૨૪ના રોજ સાંજે સાત કલાકે પીપલ્સ ડાઈન બેન્કવે ખાતે વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ.

ભારત વિકાસ પરીષદ એ સ્વામી વિવેકાનંદની વિચારધારાને અનુસરીને સેવા સાથે સંસ્કારનું સિંચન થાય એ દિશામાં છેલ્લા ૬૧ વર્ષથી કાર્યરત છે જેમાં ૧૫૬૦ જેટલી શાખા થકી ૭૫,૦૦૦થી પણ વધુ સેવાભાવી સભ્યોનું સંખ્યા બળ ધરાવે છે. જેનું સુત્ર છે *સંપર્ક । સહયોગ । સંસ્કાર । સેવા । સમર્પણ*

બાળકોમાં સંસ્કારનું સિંચન થાય, તેઓમાં દેશભાવના જાગે, આદિવાસીઓ તથા અવિક્સિત પ્રજાનો વિકાસ થાય, અસ્વસ્થ ગરીબવર્ગ રોગ મુક્ત થાય, અપંગને કૃત્રિમ અંગ/અવયવ પ્રદાન થાય, અસહાય ને સહાય થાય, પર્યાવરણની જાળવણી થાય ઉપરાંત સમાજનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કાર્યો કરી *સ્વસ્થ, સમર્થ અને સંસ્કારીત* ભારતનું અભિયાન ચલાવે છે.

સૌપ્રથમ રાષ્ટ્રગીત વંદે માતરમથી કાર્યક્રમની શરુઆત કરી દીપ પ્રાગટ્ય કર્યા બાદ ભારત વિકાસ પરિષદ અડાજણ શાખાના પ્રમુખશ્રી જિજ્ઞેશ ડુમસવાલાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંતના પ્રમુખશ્રી હિતેશભાઈ અગ્રવાલ તથા પ્રાંતના ખજાનચી ધર્મેશ શાહ અને ક્ષેત્રીય સહમંત્રી ભરતસિંહએ અતિથિ શ્રી તરીકે સ્થાન શોભાવ્યું હતું અને અતિથિ વિશેષ તરીકે શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણી એવા દિલિપભાઈ બુહાએ રાષ્ટ્રગીત વંદે માતરમને ભારતમાતા, જન્મદાતા, ધરતીમાતા, અન્નપુર્ણ માતા જેવી નવ માતા સાથે સરખાવી જીવનનો નવો અભિગમ સમજાવ્યો હતો અને મુખ્ય મહેમાન તરીકે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ના પ્રમુખશ્રી રમેશભાઈ વઘાસીયાએ હાજરી આપી પોતાના વ્યક્તવ્યમાં સંસ્થાની કામગીરીને બિરદાવી હતી ઉપરાંત દરેક સક્ષમ વ્યક્તિ પોતાની કમાણીમાંથી અમુક હિસ્સો અક્ષમ વ્યક્તિને દાન પેટે આપે તો ખરા અર્થમાં ભારતનો વિકાસ થાય એમ કહીને સંસ્થાના નામને યથાર્થ ઠરાવ્યું હતું અને સંસ્થાના સેવા કાર્યોમાં સહયોગ આપવાની તૈયારી બતાવી હતી.

મંત્રી શ્રી વિનેશ શાહે વર્ષ દરમિયાન થઈ ગયેલા કાર્યક્રમની ઝાંખી આપી હતી.

ખજાનચી શ્રીમતિ દામિનીબેન ઝવેરીએ ગત વર્ષના લેખ-જોખા રજૂ કર્યા હતા.

ક્ષેત્રીય સહમંત્રી શ્રી ભરતસિંહ એ સંસ્થા વિશે પરીચય આપ્યો હતો અને પ્રાંત મંત્રી શ્રી ધર્મેશભાઈ શાહ એ નવા પદાધિકારીઓના નામની ઘોષણા કરી હતી જેમાં શાખા પ્રમુખ તરીકે વિનેશ શાહ, મંત્રી તરીકે રવિરંજનસિંહ રાજપુત તથા ખજાનચી તરીકે વિકાસ પારેખ ઉપરાંત અન્ય કમિટી મેમ્બરના નામ જાહેર કરી શપથ વિધિ કરાવી હતી.

શાખાના તત્કાલિન વિદાય લેતા પ્રમુખશ્રી જિજ્ઞેશ ડુમસવાલાની પ્રાંતના ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર તરીકે પસંદગી કરવામાં આવી હતી.

અડાજણ શાખાના પુર્વ પ્રમુખ રાજીવભાઈ શેઠ, સુરત મેઈન શાખાના પુર્વ પ્રમુખ રૂપીનભાઈ પચ્ચીગર, પ્રાંત ઉપપ્રમુખ દિલિપભાઇ ચશ્માવાળા, તથા પ્રાંતના અન્ય પદાધિકારીઓ અને અન્ય શાખાના હોદ્દેદારોની હાજરીની નોંધ લેવામાં આવી હતી.

નવા નીમાયેલા પ્રમુખ શ્રી વિનેશ શાહે સ્વીકૃતિ પ્રતિભાવ આપ્યો હતો.

અંતમાં ગત વર્ષના ઉપપ્રમુખશ્રી રવિરંજનસિંહએ આભાર વિધિ કરી હતી.
આખા કાર્યક્રમનું સંચાલન રોહિત પટેલએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્મની પુર્ણાહુતી થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.