ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ - At This Time

ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ


ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ . જેમાં શ્રીમતી રૈયાબેન મિયાણી (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ભાવનગર)નાં અધ્યક્ષસ્થાને આયોજન થયું.જે કાર્યક્રમમાં મંગાભાઈ બાબરીયા (ચેરમેન, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ) તથા રમેશભાઈ ગોયાણી (ચેરમેનશ્રી ,APMC ગારીયાધાર), હરજીભાઈ વણજારા, (સદસ્ય ,જિલ્લા પંચાયત ભાવનગર)હાજર રહ્યા. તેમજ ઉપરોકત શિબિરમાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાનાં નાયબ પશુપાલન નિમામક ડો. કે.એચ.બારૈયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. મદદનીશ પશુપાલન નિયામક ડો. એચ. એસ. ખેર હાજર રહ્યા જેમણે પશુપાલકોને પશુ આરોગ્ય વિશે સમજૂતી આપી પશુ દવાખાના ગારીયાધાર ની સમગ્ર ટીમ અને તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડો. આર. આર. જાળેલા દ્વારા કામગીરી કરવામા આવી. ગારીયાધાર તાલુકાના વિવિધ ગામોના કુલ ૩૦૫ લાભાર્થીઓને પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ, સ્વરછ દુધ ઉત્પાદન જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં અન્ય પદાધિકારીઓ તથા અધિકારીઓ પણ હાજર રહ્યા.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.