જ્યારે માતાને ખબર પડી કે હિના ખાનને કેન્સર છે:એક્ટ્રેસે કહ્યું, ‘તેમને જે આઘાત લાગ્યો તેમની કલ્પના કરી શકાતી નથી પરંતુ તેમને જ મને સંભાળી છે’
એક્ટ્રેસ હિના ખાન આજકાલ ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. હિનાની કેન્સરની સારવાર ચાલી રહી છે અને તે આ બીમારી સામે પૂરી હિંમતથી લડી રહી છે. હિના અને તેના પરિવાર માટે આ ખુબ જ મુશ્કેલ સમય છે. હાલમાં જ હિનાએ કેટલીક તસવીરો શેર કરી હતી અને જણાવ્યું હતું કે જ્યારે તેને તેની બીમારી વિશે ખબર પડી ત્યારે તેની માતા કેવી હતી. હિનાએ પાંચ તસવીરો શેર કરી છે જેમાં એક્ટ્રેસ તેમની માતા સાથે ઉદાસ બેઠેલી જોવા મળી રહી છે. તેમની માતા ક્યારેક તેમની સાથે વાત કરતી જોવા મળે છે તો ક્યારેક તેમને પ્રેમથી ગળે લગાવીને પ્રોત્સાહિત કરે છે. હિનાએ એક ઈમોશનલ પોસ્ટ લખી
હિનાએ લખ્યું, 'માતાનું હૃદય તેના બાળકોને દરેક ખુશી, પ્રેમ અને આરામ આપવા માટે દુ:ખ અને દર્દના મહાસાગરને ગળી શકે છે. આ તે દિવસ હતો જ્યારે માતાને મને કેન્સર હોવાની જાણ થઈ, તેમને જે આઘાત અનુભવ્યો તેની કલ્પના કરી શકાતી નથી પરંતુ તેઓએ મને હેન્ડલ કરવાનો અને પીડાને ભૂલી જવાનો માર્ગ શોધી કાઢ્યો. માતાઓમાં એક મહાશક્તિ હોય છે. તેઓ પોતે ચિંતિત હતા પરંતુ મને હિંમત આપવા તેઓએ મને ગળે લગાવી દીધી હતી. આ પહેલાં શુક્રવારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હિનાએ કહ્યું હતું કે તેમના ફેન્સ તેમની સુખાકારી માટે પ્રાર્થના કરવા ઉપવાસ કરી રહ્યા છે. હાલમાં જ એક વીડિયો શેર કરતી વખતે હિનાએ કહ્યું હતું કે કેન્સર હોવાનું નિદાન થયું હોવા છતાં તેમને અવૉર્ડ નાઈટમાં હાજરી આપી હતી અને એક દિવસ પછી પ્રથમ કીમોથેરાપી સેશન કરાવ્યું હતું. હિનાએ 28 જૂને આ પોસ્ટ શેર કરી હતી
28 જૂને હિનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેમને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર છે. પોસ્ટમાં લખ્યું હતું કે, 'હાલમાં વહેતી થયેલી અફવાઓ પર હું તમારી સાથે કેટલાક અગત્યના સમાચાર શેર કરવા માગુ છું. મને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. હું ઠીક છું! હું આ રોગ પર કાબુ મેળવવા માટે મજબૂત અને સંકલ્પબદ્ધ અને સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે અને હું આને વધુ મજબૂત બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા તૈયાર છું. 36 વર્ષની હિનાએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું હતું. આ સિવાય તે 'બિગ બોસ 11'માં પણ જોવા મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.