સરદારનગર મેઈન રોડ પરથી 14 વર્ષની સગીરા ભેદી રીતે લાપતા, અપહરણનો ગુનો નોંધાયો
સરદાર નગર મેઈન રોડ પરથી 14 વર્ષની સગીરા ભેદી રીતે લાપતા થતાં માલવીયાનગર પોલીસ મથકમાં અપહરણની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. બનાવ અંગે સરદાર નગર મેઈન રોડ પર અલ્કા સોસાયટીમાં રહેતાં 38 વર્ષીય વેપારીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ આનંદ બંગલા ચોક પાસે ઇલેક્ટ્રિક આઈટમનું કારખાનું ચલાવે છે અને સંતાનોમાં એક 14 વર્ષની દિકરી અને ચાર વર્ષનો પુત્ર છે.
તા.05 ના સાંજના સાડા ચારેક વાગ્યાની આસપાસ તેઓ હું કારખાને હતાં ત્યારે તેમના પત્નીનો ફોન આવેલ કે, આપળી પુત્રી ઘરે નથી તમે આપડા ઘરના કેમેરા જોઈ કહો, જેથી તેઓએ મોબાઇલમાં ઘરના કેમેરાનો વીડીયો દેખાતો હોય જે ચેક કરતા તેમની દીકરી ઘરની બહાર જતી હોય તેવું દેખાય આવેલ હતું.
બાદ ફરીથી તેઓએ પત્નીને કોલ કરતાં તેણીએ કહેલ કે, બપોરના બે વાગ્યાની આસપાસ હું ઘરે સુઇ ગયેલ બાદ બંને સંતાનો રમતા હતા. ત્યારે દિકરી કોઈ જગ્યાએ કોઈને કાંઈ કહ્યા વગર જતી રહેલ છે.
બાદમાં તેઓએ આજુબાજુ વિસ્તારમાં શોધખોળ કરેલ પણ દીકરીની ભાળ મળેલ નહીં, જેથી કોઈ અજાણ્યો શખ્સ તેમની સગીર દિકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.