મારી બહેનની સગાઈ કેમ તોડાવી નાખી, તેમ કહીં લક્ષ્મીનગરના સતીષ પર પરિવારનો હુમલો - At This Time

મારી બહેનની સગાઈ કેમ તોડાવી નાખી, તેમ કહીં લક્ષ્મીનગરના સતીષ પર પરિવારનો હુમલો


શહેરના લક્ષ્મીનગરમાં મારી બહેનની સગાઈ કેમ તોડાવી નાખી, તેમ કહીં લક્ષ્મીનગરના સતીષ ધામેલીયા પર પરિવારે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. માલવીયાનગર પોલીસે હર્ષ જાની, કમલેશ જાની, મહેન્દ્ર જાની, ભરત જાની, કેવિન ઠાકર અને ચંદ્રેશ ઠાકર સામે ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં સતીષભાઈ મહેન્દ્રભાઈ ધામેલીયા (ઉં.વ.43, રહે લક્ષ્મીનગર મેઈન રોડ નંદકિશોર સોસાયટી શેરી નં 1 ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટ, ફિલ્ડ માર્શલ વાડીની બાજુમાં)એ જણાવ્યું કે, હું ટૂર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરું છું. મારે લક્ષ્મીનગર શેરી નં. 5 રાજકોટ ખાતે રહેતા દિવ્યાબેન મહેન્દ્રભાઈ જાની સાથે છેલ્લા 14 વર્ષથી પરિચય છે. દિવ્યાબેન તેના પતિ મહેન્દ્રભાઈથી અલગ રહે છે. તેમને એક દીકરો હર્ષ (ઉં.વ.24) વાળો અને એક દીકરી ઉં.વ.18ની છે.
દીકરીની સગાઈ ત્રણેક મહિના પહેલા રાજકોટના કેવીન ચંદ્રેશભાઇ ઠાકર સાથે કરેલ. ગઈ તા.3/4/2025 ના રાત્રિના નવેક વાગ્યાની આસપાસ હું મારું એકટીવા લઈને મહાદેવ વાડી મેઈન રોડ ચામુંડા માતાજીના મંદિર પાસેથી મારા ઘરે જતો હતો ત્યારે હું રાત્રિના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ અમારા ઘર પાસે નંદકિશોર સોસાયટી શેરી નં-1 નો ખૂણો સરસ્વતી સ્કૂલ પહેલા, ગંગોત્રી ડેરી પાસે પહોંચેલ હતો, ત્યારે અચાનક મારી સામેથી દિવ્યાબેનનો દીકરો હર્ષ જાની આવી ગયેલ.
મને કહેલ કે, મારી બહેનની સગાઈ કેમ તોડાવી નાખી? તેમ કહી તેના હાથમાં રહેલ રબ્બરની નળી મને મોઢાના ભાગે મારવા જતા, મેં મારા ડાબા હાથેથી આ નળી પકડી લીધેલ અને એટલામાં દિવ્યાબેનનો ભત્રીજો કમલેશ જાની ત્યાં આવી ગયેલ અને તે મને ઢીકા પાટુ નો માર મારવા લાગેલ. દિવ્યાબેનના પતિ મહેન્દ્ર જાની તથા દિવ્યાબેનના જેઠ ભરત જાની તથા દિવ્યાબેનના જમાઈ કેવીન ઠાકર તથા કેવીનના પિતા ચંદ્રેશભાઈ ઠાકર ત્યાં આવી ગયેલ અને મને શરીરે ઢીકા પાટુનો માર મારવા લાગેલ. ભરતએ કહ્યું કે, તને પેટ્રોલ નાખી સળગાવી નાખવો છે.
તેવી ધમકી આપવા લાગેલ. મને જમણી આંખના ભાગે, નાક ના ભાગે, જમણી બાજુ કપાળના ભાગે તથા જમણી આંખના નીચે ગાલના ભાગે તથા ડાબા કાનથી ઉપર માથાના ભાગે ઇજા થયેલ હતી. લોહી નીકળવા લાગતા આ લોકો ભાગી ગયા. થોડીવારમાં મારી પત્ની ધર્મિષ્ઠા તથા મારો દીકરો પાર્થ બંને ત્યાં આવી ગયેલ. મને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરેલો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image