વિવિધ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલ પીડિતોને પૂજ્ય મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને રૂ. 1,81,000 ની સહાય
રિપોર્ટ હિરેન દવે)
વિશ્વમાં વધતા ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં અસંતુલન સર્જાઇ રહ્યું છે. તાજેતરમાં બિહારના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા અને કમોસમી વરસાદ સાથે વીજળી પડવાને કારણે દુર્ભાગ્યપૂર્ણ રીતે 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ખાસ કરીને દરભંગા, મધુબની, સમસ્તીપુર અને બેગુસરાઈ જિલ્લાઓમાં આ દુર્ઘટના વધુ ઘાતક સાબિત થઇ પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં મૃત્યુ પામેલ તમામ પીડિતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી છે તથા બિહાર મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 1,00,000 ની રકમ અર્પણ કરવાની જાહેરાત કરી છે. આ સહાય ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે તે સિવાય, જામનગરના ધ્રોલ નજીક સુમરા ગામે એક મહિલાએ પોતાના ચાર બાળકો સાથે આપઘાત કર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી છે. મૃત્યુ પામેલ મહિલાના ભાઇને પૂજ્ય મોરારીબાપુ તરફથી રૂ. 51,000 ની સહાય આપવામાં આવી પોરબંદર શહેરમાં મકાનના કામ દરમ્યાન બે રબારી યુવકોના અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમના પરિવારજનોને રૂ. 15,000 પ્રતિ વ્યક્તિ મુજબ કુલ રૂ. 30,000 ની સહાય અર્પણ કરવામાં આવી આ તમામ દુર્ઘટનાઓ માટે પૂજ્ય મોરારીબાપુએ મૃતકોના શાંતિ માટે પ્રાર્થના કરી છે અને દુઃખી પરિવારજનોને સંવેદના પાઠવી છે. કુલ મળીને રૂ. 1,81,000 ની રકમ વિવિધ પીડિત પરિવારોને સહાયરૂપ તરીકે અર્પણ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
