મહીસાગર જિલ્લામાં એસ એસ સી અને એચ એસ સી નાં કુલ ૨૭,૩૯૫ વિધાર્થીઓ પરીક્ષા આપશે - At This Time

મહીસાગર જિલ્લામાં એસ એસ સી અને એચ એસ સી નાં કુલ ૨૭,૩૯૫ વિધાર્થીઓ પરીક્ષા આપશે


મહીસાગર જિલ્લામાં અગામી ધોરણ ૧૦ અને ૧૨ ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સંદર્ભમાં સ્થાયી પરીક્ષા સમિતીની બેઠક જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીનાં અધ્યક્ષ સ્થાને લુણાવાડા જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે યોજાઈ હતી અને શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડિઓ કોન્ફરન્સ યોજાયો હતો.

આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું હતું કે અગામી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ શાંતિપૂર્વક અને નિર્ભય પણે યોજાય તે માટે જરૂરી આયોજન કરવા સંબધિત અધિકારીઓને સુચના આપી હતી અને વિધાર્થીઓને સમયસર પરીક્ષા બિલ્ડિંગ ખાતે પોહચી જાય તે માટે વ્યવસ્થા કરવા, પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે અને વિધાર્થીઓ માટે આરોગ્યની સુવિધા પૂરી પાડવા સંબંધિત અધિકારીશ્રીઓ જણાવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પરીક્ષા અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે આગામી મહીસાગર જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાઓ તારીખ ૨૭ ફેબ્રુઆરી થી તારીખ ૧૭ માર્ચ સુધી યોજાશે. પરીક્ષામાં ધોરણ ૧૦ ના ૧૭,૫૧૩ વિધાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહમાં ૮,૨૭૫ અને ધોરણ ૧૨ ની વિજ્ઞાન પ્રવાહમાં ૧,૬૦૭ વિધાર્થીઓ પરીક્ષા આપશે એમ મળી કુલ ૨૭,૩૯૫ વિધાર્થીઓ પરીક્ષામાં આપશે

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નરેશ મુનિયા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image