ધંધુકા ખાતે શ્રી શ્યામસુંદર પ્રભુનો પાટોત્સવ ઉત્સાહભેર ઉજવાયો.
ધંધુકા માં શ્રી શ્યામસુંદર પ્રભુનો પાટોત્સવ દબદબા ભેર ઉજવાયો.
આ પ્રસંગે પરમ પૂજ્ય ગો ૧૦૮ શ્રી વાગેશજી એ ધર્મ સભામાં ઠાકોરજીની સેવા કરવા પ્રેરક પ્રવચન આપ્યું ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે હાજર રહી મહારાજશ્રીના આશીર્વાદ મેળવ્યા.
ધંધુકા ખાતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ધંધુકા હવેલીમાં બિરાજતા શ્યામ સુંદર પ્રભુના જન્મદિવસ પ્રસંગે શ્યામ સુંદર પ્રભુ નો પાટોત્સવ ની ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય ૧૦૮ શ્રી વાઘેશજી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્યામસુંદર પ્રભુ ના પાટોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય ગો ૧૦૮ શ્રી વાગેશજી મહારાજ શ્રી એ ઉપસ્થિત રહી શ્યામસુંદર પ્રભુની સેવા કરી હતી ઉપરાંત ધંધુકા હવેલી થી મોઢવણિકની વાડી સુધી વિશાળ સંખ્યામાં શોભાયાત્રામાં બગીમાં મહારાજ શ્રી ની ઉપસ્થિતિમાં નગરના મુખ્ય બજારોમાં ફરી હતી શોભાયાત્રામાં મહારાજ શ્રી નું ફળીઓ એ ચોક વિસ્તારો બજારો તથા ધંધુકા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી શ્રી ઘનશ્યામ સ્વામીએ મહારાજજીનું સ્વાગત કર્યું હતું. મોઢવણિક સમાજની વાડી ખાતે સમગ્ર વૈષ્ણવ સમાજની વિશાળ હાજરીમાં પરમ પૂજ્ય ગો ૧૦૮ શ્રી વાઘેશજી મહારાજે ધર્મસભાને સંબોધી પ્રેરક પ્રવચન આપ્યું હતું. અને ઠાકોરજીની સેવા કરવા સૌ વૈષ્ણવો ને જણાવ્યું હતું ઠાકોરજીની સેવા કરવાથી ઠાકોરજી પ્રસન્ન થાય છે અને હર ઘડી ભક્તની સાથે રહેશે.
આ પ્રસંગ ધંધુકા શ્યામ સુંદર મંદિર હવેલીની પાઠશાળાની બહેનો દ્વારા ધાર્મિક સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કર્યો હતો વિશાળ મોઢવણી મંડળના પ્રમુખ ચેરમેન તથા ટ્રસ્ટીઓ સહિત ધંધુકાના વૈષ્ણવ સમાજના ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા ધંધુકા શ્યામ સુંદર મંદિર હવેલીના ટ્રસ્ટી ભરતભાઈ મોદી એ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી પાટોત્સવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ એ સમૂહમાં પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે 59 ધંધુકા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલે ધર્મ સભામાં હાજરી આપી મહારાજ શ્રીનાથ આશીર્વાદ લીધા હતા કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર વૈષ્ણવ સમાજે કાર્યક્રમમાં સક્રિય જોડાઈ સફળ બનાવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.