ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨- બોટાદ ગરીબ કલ્યાણ મેળા અન્વયે માઈક્રો પ્લાનિંગ કરવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા - At This Time

ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨- બોટાદ ગરીબ કલ્યાણ મેળા અન્વયે માઈક્રો પ્લાનિંગ કરવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા


જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળા અંગે જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઈ

બોટાદ જિલ્લામાં 14-15 ઓક્ટોબર 2022 દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા દ્વારા અમલીકરણ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગરીબ કલ્યાણ મેળાના સમગ્ર આયોજન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શ્રી પલસાણા દ્વારા અધિકારીઓને માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
બોટાદમાં ગરીબ કલ્યાણ મેળો જુના માર્કેટિંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતે યોજાશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાએ જણાવ્યું હતું કે, વિવિધ વિભાગો દ્વારા અમલી યોજનાઓની સહાય કીટ વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લોકો સરળતાથી લઈ શકે તે પ્રકારનું આયોજન અને અમલવારી કરવા આવે.
બોટાદ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.