દાહોદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો ભવ્ય પદ ગ્રહણ સમારંભ યોજાયો.
દાહોદ જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલ ભાઈ ધરિયા નો પદ ગ્રહણ કાર્યક્રમ આજે શનિવાર ના રોજ દાહોદ જિલ્લા ભાજપા કાર્યાલય કમલમ ઉપર આજે બપોરે 12.39 કલ્લાકે વેદિક મંત્રોચાર સાથે સંતો મહંતો ની ઉપસ્થિતિ અને આશીર્વાચન સાથે યોજાયો હતો.આ કાર્યક્રમમાં પ્રદેશ તથા જિલ્લાનું શીર્ષ નેતૃત્વ વિશેષ ઉપસ્થિત રહ્યું હતું જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જસ્વાતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત્ન પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય દાહોદ કાનીયાલાલ કિશોરી,દાહોદ ધારાસભ્ય લીમખેડા શૈલેષ ભાભોર , નગર સેવા સદનના પ્રમુખ નીરજ દેસાઈ તથા દાહોદ નગરમાં રહેતા રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તથા નગરના તમામ કાર્યકર્તાઓ તથા દાહોદ નગરપાલિકા ચૂંટણી લડેલા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પદ ગ્રહણ કાર્યક્રમ પછી એક સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાજ્યસરકારના મંત્રીઓ, પ્રમુખો, અને જિલ્લાના વિવિધ હોદ્દેદારો દ્વારા જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયાનું સ્વાગત કર્યું હતું.
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે
