ઇડરના મેસણ, વસાઇ અને ઝિંઝવાના બાળકોનું નામાંકન કરાવતાધારાસભ્ય શ્રી હિતુ કનોડીયા - At This Time

ઇડરના મેસણ, વસાઇ અને ઝિંઝવાના બાળકોનું નામાંકન કરાવતાધારાસભ્ય શ્રી હિતુ કનોડીયા


ઇડરના મેસણ, વસાઇ અને ઝિંઝવાના બાળકોનું નામાંકન કરાવતા ધારાસભ્ય શ્રી હિતુ કનોડીયા
******
જ્ઞાન થકી સર્વોત્તમ ચારિત્ર્ય ઘડતરનું કાર્ય થાય છે.- ધારાસભ્ય શ્રી હિતુ કનોડીયા
******
           સમગ્ર રાજયમાં આરંભાયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો દ્વિતીય દિવસે ધારાસભ્ય શ્રી હિતુ કનોડીયાએ ઇડર તાલુકાના મેસણ, વસાઇ અને ઝિંઝવાના ૭૬ બાળકોનું નામાંકન કરાવી ધોરણ-૧માં પ્રવેશ અપાવ્યો હતો.  
        શાળા પ્રવેશોત્સવ વેળાએ ભૂલકાઓને આવકારી ઉપસ્થિત વાલીઓ-શિક્ષકો અને ગ્રામજનોને સંબોધતા ધારાસભ્ય શ્રી હિતુ કનોડીયાએ જણાવ્યું હતું કે, દિકરી-દિકરાના ભણતરના પ્રથમ સોપાન બહુ જ અગત્યનું હોય છે શાળા એ માત્ર ભણતરનું સરનામું નથી પરંતુ ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું વિધ્યામંદિર છે. બાળકોને જે સંસ્કાર નાનપણમાં આપવામાં આવે છે તે જીવન ઘડતરમાં અમૂલ્ય હોય છે, વધુમાં ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જે શિક્ષણના યજ્ઞ આજે ૧૭માં તબક્કામાં પંહોચી ગયો છે. અગાઉની પરિસ્થિતની વાત કરતા કહ્યુ હતું કે, શાળામાં શૌચાલયના અભાવે દિકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી ન હતી પરંતુ આજે શાળાઓમાં કમ્પ્યુટર લેબ, પાકા ઓરડા તથા ડિઝીટલ શિક્ષણ અપાઇ રહ્યુ છે. તેમાં ભાષા, ગણિત અને વિજ્ઞાનના તજજ્ઞ શિક્ષકોની પારદર્શક ભરતી કરીને શિક્ષણના પાયાને વધુ મજબૂત કરવાનું કામ કર્યુ હોવાનું તેમને ભારપૂર્વક જણાવ્યું હતું.
      આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં પ્રવેશપાત્ર ભૂલકાઓની કિટ આપી આવકારવામાં આવ્યા હતા તેમજ શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
       વસાઇના ભોલેશ્વર ધામ ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ
વસાઇના ભોલેશ્વર ધામ ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મહંત શ્રી શ્યામસુંદરજી,ઇડર ડાયેટના સિનિયર લેકચરર શ્રી અશ્વિન પટેલ, સરપંચ શ્રી નરેશ દેસાઇ સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.