મરામારી તથા ધાકધમકી તથા જુગાર રમાડવાના ગુન્હામાં સંડોવાયેલ બે શખ્સોને તડીપાર કરતી બોટાદ ટાઉન પોલીસ ટીમ
મરામારી તથા ધાકધમકી તથા જુગાર રમાડવાના ગુન્હામાં સંડોવાયેલ બે શખ્સોને તડીપાર કરતી બોટાદ ટાઉન પોલીસ ટીમ
લોકસભા સામાન્ય ચુંટણી ન્યાયિક અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય જેથી ગુન્હાની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહિ કરવા માટે આપેલ સુચના અન્વયે બોટાદ શહેરમાં મારામારી તથા ધાકધમકી તથા જુગાર રમાડવાના ગુન્હામાં સંડોવાયેલ નાઓ સતત ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી ખોરવતા હોય તેવા ભયજનક વ્યક્તિ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શનમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ખરાડી નાઓએ જાહેરહિત સારૂ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે માટે તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ બોટાદની કચેરી તરફ મોકલી આપતા સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ ડી.કે.મજેતર નાઓએ સદરહું બંને ઇસમને ૩(ત્રણ) માસની મુદત માટે બોટાદ જીલ્લાની સમગ્ર હદમાં નહી પ્રવેશવા હુકમ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી નાઓની ટીમ દ્વારા સામાવાળા ઇસમ (1) દશરથભાઇ શામજીભાઇ જાદવ જાતે.સતવારા ઉ.વ.૩૮ રહે.બોટાદ, પરામાં, ગોવિંદજીની ચાલી તા.જી.બોટાદ(2)નવદીપભાઇ ઉર્ફે નનુ કિશોરભાઈ જાદવ જાતેસતવારા ઉ.વ.૨૧ રહે.બોટાદ, પરામાં, ગોવિંદજીની ચાલી તા.જી.બોટાદ નાઓને વોરન્ટની બજવણી કરી આજ રોજ હદપાર કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.