મહિસાગર જિલ્લાનાં કડાણા – સંતરામપુર તાલુકાના આદિવાસી પરિવાર દ્વાર કડાણા તાલુકાના ભેકોટલીયા ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર જિલ્લાનાં કડાણા – સંતરામપુર તાલુકાના આદિવાસી પરિવાર દ્વાર કડાણા તાલુકાના ભેકોટલીયા ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.


મહિસાગર જિલ્લાનાં કડાણા - સંતરામપુર આદિવાસી પરિવાર દ્વાર કડાણા તાલુકાના ભેકોટલીયા ખાતે "વિશ્વ આદિવાસી દિવસ" ની ઉલ્લાસભેર ઉજવણી.

સયુંક્ત સંઘ દ્વારા ૦૯ મી ઓગસ્ટ ને "વિશ્વ આદિવાસી દિવસ" તરીકે ઉજવણી કરવા માટે જાહેર કરવામાં આવેલ છે તેના અનુસંધાનમાં આજ રોજ મહિસાગર જિલ્લાના કડાણા - સંતરામપુર તાલુકાના આદિવાસી પરિવારે ભેકોટલીયા ખાતે અંદાજે 14 થી 15 હજાર જેટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમ માં કડાણા તેમજ સંતરામપુર તાલુકાનાં વિવિધ આદિવાસી ગ્રામ્ય નાં આદિવાસી લોકોએ હર્ષોલ્લાસ ભેર પોતાના ગામમાં વૃક્ષારોપણ અને નાચગાન કરી ઊજવણી કરી ત્યારબાદ ભેકોટલીયા મુકામે કડાણા - સંતરામપુર આદિવાસી પરિવાર નાં સંયુક્ત કાર્યક્રમ માં ભેકોટલીયા રેલી સ્વરૂપે આવ્યા હતા અહીં આવી આદિવાસી પરમ્પરાગત નાચગાન, ગરબી ગાન કાર્યક્રમો તથા વ્યસમુક્તિ માટે ની સલાહ અને સમાજ માંથી બીજા અનેક કુરિવાજો નાબૂદ કરવા માટે ની હાકલ પણ કરવામાં આવી હતી.
આ ૯ મી ઓગસ્ટ "વિશ્વ આદિવાસી દિવસ" ની ઉજવણી નિમિત્તે કડાણા - સંતરામપુર તાલુકાના આદિવાસી પરિવારે સંયુકત કાર્યક્રમ માં કોઈ પણ રાજકીય, આર્થિક અને સામાજિક ભેદભાવો ભૂલીને એકતા નાં દર્શન કરાવ્યા હતા અને આદિવાસી સમાજ ના દરેક પ્રશ્નો નું ભેગાં મળીને નિરાકરણ લાવવાના પ્રણ પણ લીધાં હતા.
આમ આદિવાસી પરિવાર દ્વારા ૯ મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરીને આદિવાસી સંસ્કૃતિ લુપ્ત ના થઈ જાય અને તેનો વારસો જળવાઈ રહે અને તેને નિભાવવાનું કામ સદંતર ચાલુ રહે તે માટે ૯ મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરીને આદિવાસીઓ માટે નો એક દિવસ ઉત્સવ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવતા આ નવમી ઓગસ્ટના રોજ સંતરામપુર કડાણા સહિત સમગ્ર આદિવાસી વિસ્તાર ના આદિવાસી પરિવાર નાં લોકોએ આદિવાસી વેશભુષા માં તીર કામઠા જેવાં વિવિધ ઓજારો સાથે આદિવાસી બેનરો લગાવી ખૂબ ઉમળકાથી પોતાનો વિશ્વ આદિવાસી દિવસ નો તહેવાર ઉજવ્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.